ભારતીય રેલવેમાં 3 લાખ કર્મચારીઓની જઇ શકે છે નોકરી
ભારતીય રેલવે ત્રણ લાખ કર્મચારીઓની છટણીની તૈયાર કરી રહ્યા છે. રેલવે તરફથી 55 વર્ષથી વધારેની ઉંમરવાળા કર્મચારીઓ પર છટણીની તલવાર ચાલી શકે છે. રેલવે બોર્ડની દરેક રેલવે ઝોન પ્રમુખને ચિઠ્ઠી લખી દરેક ઝોનના કર્મચારીઓના પરફોર્મન્સ રિવ્યૂનો આદેશ આપ્યો છે
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રેલવે ત્રણ લાખ કર્મચારીઓની છટણીની તૈયાર કરી રહ્યા છે. રેલવે તરફથી 55 વર્ષથી વધારેની ઉંમરવાળા કર્મચારીઓ પર છટણીની તલવાર ચાલી શકે છે. રેલવે બોર્ડની દરેક રેલવે ઝોન પ્રમુખને ચિઠ્ઠી લખી દરેક ઝોનના કર્મચારીઓના પરફોર્મન્સ રિવ્યૂનો આદેશ આપ્યો છે. મંત્રાલયના દરેક ઝોન મેનેજરને 55 વર્ષતી વધારે ઉંમરવાળા કર્મચારીઓનું લીસ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં મંત્રાલયના આદેશ અનુસાર એવા રેલવે કર્મચારીઓની યાદી તૈયાર કરવા માટે કહ્યું છે જેમની 2020ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં રેલવેમાં નોકરીના 30 વર્ષ પૂરા થઇ રહ્યા છે.
વધુમાં વાંચો:- ટ્રિપલ તલાક: મહત્વનો છે આજનો દિવસ, રાજ્યસભામાં રજૂ કરશે બિલ
ઘટાડીને 10 લાખ કરવામાં આવશે કર્મચારીઓની સંખ્યા
રેલવે બોર્ડે દરેક રેલવે ઝોન મેનેજરને કર્મટારીઓના પરફોર્મન્સ રિવ્યૂ કરવા માટે કહ્યું છે. રેલવે બોર્ડની ઝોન જીએમને લખેલી ચિઠ્ઠી અનુસાર દરેક કર્મચારીઓના પરફોર્મન્સ રિવ્યૂ કરી સર્વિસ રેકોર્ડ તૈયાર કરવા માટે કહ્યું છે. ત્રણ લાખ કર્મચારીઓની છટણી દ્વારા રેલવે તેમના 13 લાખથી વધારે કર્મચારીઓની સંખ્યા 10 લાખ સુધી કરવા ઇચ્છે છે. રેલવે બોર્ડ તરફથી 27 જુલાઇના રોજ લખેલી ચિઠ્ઠીમાં દરેક ઝોનથી 9 ઓગસ્ટ સુધી સંપૂર્ણ યાદી મોકલવા માટે કહેવામાં આવ્યું છે.
આ આધાર પર રિપોર્ટ મોકલવા માટે કહેવામાં આવ્યું
પરફર્મન્સ રિવ્યૂના અંતર્ગત દરેક ઝોનના કર્મચારીઓ શારીરિક ફિટનેસ, માનસિક ફિટનેસની સાથે સાથે દરરોજની હાજરી (અટેન્ડન્સ) અને ડિસિપ્લિનને ળઇને રિપોર્ટ મોકલવાનો આદેશ કર્યો છે. રેલવે સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે આ એક સમય-મસય પર કરવામાં આવતો રિવ્યૂ છે. જેના દ્વારા તે કર્મચારીઓની ઓળખ કરવામાં આવે છે જે યોગ્ય કામ કરી રહ્યા નથી અને તેમની સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરતા તેમને સમયથી પહેલા નિવૃત્ત કરવામાં આવે છે. સરકાર આ પ્રકારની કાર્યવાહીને લઇને ઘણી સીરિયસ છે.
લોકસભામાં તાજેતરમાં જ આ જાણકારી આપવામં આવી હતી કે જુદા-જુદા વિભાગોમાં કામ કરતા ગ્રુપ-A અને ગ્રુપ-Bના 1.19 લાખથી વધારે અધિકારીઓના પરફોર્મન્સની તપાસ કરવામાં આવી હતી. આ નિવૃત્તિ શાસનના સમય પહેલા કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની માનસિક અને શારીરિક ફિટનેસ ઉપરાંત કર્મચારીઓના સંસાધનોના ખર્ચને લઇને વલણ પૂછવામાં આવ્યું છે. તેઓ પત્ર-વ્યવહાર/ ઇ-મેઇલ વગેરે કરી શકે છે કે નહીં અને તેમના વ્યવહારનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે