International Day of Happiness 2022: તણાવભર્યા જીવનમાં આ રીતે રહો એકદમ ખુશખુશાલ
20માર્ચનો દિવસ ખુશી દિવસ એટલે કે International Day of Happiness તરીકે ઉજવાય છે. વર્ષ 2011માં United Nations General Assembly (UNGA) ના 193 સભ્ય દેશોએ સર્વસમંતિથી 20 માર્ચને હેપીનેસ ડે તરીકે મનાવવાનો નિર્ણય લીધો હતો.
Trending Photos
નવી દિલ્હી: 20માર્ચનો દિવસ ખુશી દિવસ એટલે કે International Day of Happiness તરીકે ઉજવાય છે. વર્ષ 2011માં United Nations General Assembly (UNGA) ના 193 સભ્ય દેશોએ સર્વસમંતિથી 20 માર્ચને હેપીનેસ ડે તરીકે મનાવવાનો નિર્ણય લીધો હતો. દુનિયામાં ખુશ રહેતા લોકોની જો વાત કરીએ તો કેટલા એવા દેશો છે જ્યાંના લોકો ખરેખર ખુશખુશાલ રહેતા હોય છે. હાલમાં જ યુએન વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ (UN World Happiness Report) બહાર પડ્યો જેને જોતા ખરેખર ચિંતા થાય છે. કારણ કે દુનિયાની મહાશક્તિઓમાંથી કોઈ પણ દેશ ખુશખુશાલ નથી. ભારત માટે પણ અલાર્મ જેવી સ્થિતિ છે. હવે સવાલ તમને પણ થતો હશે કે આખરે આટલા તણાવભર્યા જીવનમાં ખુશ રહેવું કેવી રીતે? તો ખાસ જાણો આ સરળ ઉપાયો....
ખુશ રહેવાની કેટલીક સરળ રીતો...
1. દરરોજ સવારે એવો સંકલ્પ લો કે આજનો મારો આ દિવસ ખુબ જ સારો પસાર થશે. ભલે મારી સામે ગમે તેટલા પડકારો કેમ ન આવે..હું શાંત ચિત્તે તેનું સમાધાન કરીશ.
2. તન-મનને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ, યોગ અને ધ્યાનને તમારી દિનચર્યામાં સામેલ કરો. આવી એક્ટિવિટિઝ બાદ બ્રેઈનમાંથી ઓન્ડોર્ફિન નામનું હેપિનેસ હોર્મોન રિલીઝ થાય છે. જે સકારાત્મક સોચને વધારે છે. જેનાથી ક્રોધ, ઉદાસી અને ચિંતા જેવી નકારાત્મક ભાવનાઓ સહજ રીતે દૂર થાય છે.
3. તણાવ ભર્યા જીવનમાં હસવાની તક મુશ્કેલથી મળતી હો છે. આથી હસવાના બહાના શોધો, કોમેડી ફિલ્મો જૂઓ અને મિત્રો સાથે ગપશપ કરો. તેનાથી પ્રતિકૂળ સ્થિતિઓમાં પણ તમારું મનોબળ જળવાઈ રહેશે.
4. તમારા રસ સંબંધિત કોઈ પણ એક્ટિવિટી જેમ કે કુકિંગ, મ્યૂઝિક, ડાન્સ કે ગાર્ડનિંગ માટે સમય જરૂર કાઢો. મનોવૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા સંશોધનમાં પૂરવાર થયું છે કે આવી ગતિવિધિઓ તણાવ દૂર કરવામાં મદદરૂપ છે.
5. સવારે કે સાંજે થોડો સમય ખુલ્લા આકાશ નીચે પ્રકૃતિ સાથે વિતાવવો જોઈએ. ઉગતો કે આથમતો સૂરજ નિહાળવો, પંખીઓનો કલરવ સાંભળવો અને લીલા ઘાસ પર ટહેલવું જેવી નાની નાની વાતો પણ મનને સકારાત્મક ઉર્જાથી તરબતોળ કરી દે છે.
6. મારી પાસે જે પણ હોય તેમાં ખુશ રહો અને સંતુષ્ટ રહો. કારણ કે દરેક વ્યક્તિનું એક આગવું વ્યક્તિત્વ હોય છે. તેની ખાસિયત હોય છે. દરેક વાત પર બીજા સાથે પોતાની સરખામણી કરવાની આદતથી બચો કારણ કે તે તણાવનું સૌથી મોટું કારણ છે.
7. જો કોઈ તમારી મુશ્કેલ સમયમાં મદદ કરી હોય તો તેના પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો ન ભૂલો. તેનાથી તમને ખુબ સારું મહેસૂસ થશે અને તમારે પણ તમારી ક્ષમતા મુજબ કોઈ જરૂરિયાતવાળાને મદદરૂપ થવું જોઈએ.
8. ઘરની આસપાસ, ઓફિસમાં અને ઈન્ટરનેટ મીડિયા પર પોઝિટિવ સોચ રાખનારા લોકો સાથે મિત્રતા વધારો. ક્યારેક ખુશમિજાજ લોકો સાથે થોડો સમય વિતાવીને જુઓ. ગણતરીની પળોમાં તમારો તણાવ દૂર થઈ જશે.
આ દેશ દુનિયામાં સૌથી ખુશ
અમેરિકા, બ્રિટન, રશિયા, ભારત અને ચીન જેવા દેશો મહાશક્તિ તરીકે ઓળખાય છે. જો કે હેપીનેસની વાત કરીએ તો આ દેશ ઘણા પાછળ છે. યુએન વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ મુજબ ફિનલેન્ડ અને ડેનમાર્ક દુનિયાના સૌથી ખુશખુશાલ દેશોમાં સામેલ છે. જ્યારે અફઘાનિસ્તાન સૌથી ઓછો ખુશ દેશ તરીકે જાહેર કરાયો છે. ફિનલેન્ડ છેલ્લા 5 વર્ષથી સતત દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ જાહેર થાય છે. ફિનલેન્ડ અને ડેનમાર્ક બાદ આઈસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, અને નેધરલેન્ડ દુનિયાના ટોપ 5 ખુશખુશાલ દેશોમાં સામેલ છે.
ભારતના રેન્કિંગમાં સુધારો
રિપોર્ટ મુજબ આ સૂચિમાં અમેરિકા 16મા અને બ્રિટન 17માં નંબરે છે. જ્યારે સર્બિયા, રોમાનિયા, બલ્ગેરિયાના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. ભારતની વાત કરીએ તો ગત વર્ષે ભારત આ યાદીમાં 139 નંબરે હતું જ્યારે હવે 3 ક્રમ ઉપર ચડીને 136 નંબરે છે.
121માં નંબરે પાકિસ્તાન
આતંકવાદ અને આર્થિક સમસ્યા સામે ઝઝૂમતા પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતા સારી ગણાવાઈ છે. પાકિસ્તાન 121માં ક્રમે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગ વચ્ચે આ બંનેનો રેંક ટોપ 100માં છે. રશિયા 80માં નંબરે જ્યારે યુક્રેન 98માં નંબરે છે. જો કે રિપોર્ટ યુદ્ધ પહેલા તૈયાર કરાયેલો છે.
ખુશીનું થાય છે આકલન
અત્રે જણાવવાનું કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટને છેલ્લા 10 વર્ષથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વખતે તે 10મો રિપોર્ટ હતો. રિપોર્ટ તૈયાર કરવા માટે લોકોની ખુશીનું આકલન કરાય છે. આ માટે આર્થિક અને સામાજિક આંકડા પણ જોવામાં આવે છે. ખુશહાલીને 0થી લઈને 10 સુધીના સ્કેલ પર માપવામાં આવે છે.
ટોપ 10 ખુશખુશાલ દેશો
1. ફિનલેન્ડ
2. ડેનમાર્ક
3. આઈસલેન્ડ
4. સ્વિટ્ઝરલેન્ડ
5. નેધરલેન્ડ્સ
6. લક્ઝમબર્ગ
7. સ્વીડન
8. નોર્વે
9. ઈઝરાયેલ
10. ન્યૂઝીલેન્ડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે