આતંકીઓની નજર ભારતના 'જેમ્સ બોન્ડ' Ajit Doval પર, જૈશના આતંકીએ કર્યો પાકિસ્તાનના પ્લાનનો ખુલાસો
પાકિસ્તાન (Pakistan) ના આતંકી ષડયંત્ર અંગે મોટો ખુલાસો થયો છે અને પાડોશી દેશમાં બેઠેલા આતંકી હેન્ડલર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (Ajit Doval) ને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. આ વાતનો ખુલાસો જૈશ એ મોહમ્મદના એક ધરપકડ કરાયેલા આતંકીએ કર્યો છે. જૈશનો આ ઓપરેટિવ 6 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ કાશ્મીરના શોપિયાથી પકડવામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ના આતંકી ષડયંત્ર અંગે મોટો ખુલાસો થયો છે અને પાડોશી દેશમાં બેઠેલા આતંકી હેન્ડલર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (Ajit Doval) ને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. આ વાતનો ખુલાસો જૈશ એ મોહમ્મદના એક ધરપકડ કરાયેલા આતંકીએ કર્યો છે. જૈશનો આ ઓપરેટિવ 6 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ કાશ્મીરના શોપિયાથી પકડવામાં આવ્યો હતો.
આતંકીએ ડોભાલની ઓફિસની કરી હતી રેકી
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ જૈશ એ મોહમ્મદના આતંકીએ જણાવ્યું કે તેણે પાકિસ્તાની હેન્ડલરના કહેવા પર ડોભાલની ઓફિસની રેકી કરી હતી. રિપોર્ટ્સ મુજબ આતંકીએ દિલ્હીમાં સરકાર પટેલ ભવન અને અન્ય મહત્વના ઠેકાણાઓની જાસૂસી (રેકી) કરી હતી. ત્યારબાદ ખુલાસો થતા અજીત ડોભાલની ઓફિસ અને ઘરની સુરક્ષા વધારવામાં આવી છે.
પાકિસ્તાની આતંકીઓના હિટલિસ્ટમાં ડોભાલ
પાકિસ્તાન વિરુદ્ધ વર્ષ 2016માં સર્જિકલ સ્ટ્રાઈક અને 2019માં બાલાકોટ એર સ્ટ્રાઈકમાં અજીત ડોભાલનું મહત્વનું યોગદાન છે. ત્યારબાદથી જ તેઓ પાકિસ્તાની આતંકીઓની હિટલિસ્ટમાં રહ્યા છે.
વોટ્સએપ દ્વારા પાકિસ્તાન મોકલ્યો હતો વીડિયો
ધરપકડ કરાયેલા હિદાયત-ઉલ્લાહ-મલિક જૈશના ફ્રન્ટ ગ્રુપ લશ્કર એ મુસ્તફાનો ચીફ છે અને ધરપકડ સમયે તેની પાસેથી ભારે પ્રમાણમાં હથિયારો અને ગોળા બારૂદ મળ્યા હતા. પૂછપરછમાં માલિકે જણાવ્યું કે તે 24 મે 2019ના રોજ ફ્લાઈટમાં શ્રીનગરથી દિલ્હી આવ્યો હતો અને NSA ની ઓફિસનો વીડિયો રેકોર્ડ કરીને પાકિસ્તાની હેન્ડલરને વોટ્સએપ દ્વારા મોકલ્યો હતો.
મલિકે કર્યા અનેક ખુલાસા
રિપોર્ટ મુજબ મલિકે પૂછપરછમાં પોતાના બેકગ્રાઉન્ડ અંગે વિસ્તારથી જણાવ્યું છે. તેણે જણાવ્યું કે તે 31 જુલાઈ 2019ના રોજ હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો અને જૈશ માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી 2020 માં જૈશનો હિસ્સો બન્યો પરંતુ ઓગસ્ટમાં પોતાનું સંગઠન બનાવી લીધુ. મલિકે પાકિસ્તાનમાં પોતાના કોન્ટેક્ટ્સના નામ, કોડનેમ અને ફોન નંબર્સ પણ બતાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે