સરકાર એક્શનમાં: જમ્મુ કાશ્મીરના 18 ભાગલાવાદી સહિત 155 નેતાઓની સુરક્ષા પાછી ખેચી
પુલવામામાં થયેલા હુમલા બાદ મોદી સરકારે મોટી કાર્યવાહી કરતા 18 ભાગલાવાદી સહિત 155 નેતાઓની સુરક્ષા પાછી ખેચી લીધી છે.
Trending Photos
જમ્મુ: પુલવામામાં થયેલા હુમલા બાદ મોદી સરકારે મોટી કાર્યવાહી કરતા 18 ભાગલાવાદી સહિત 155 નેતાઓની સુરક્ષા પાછી ખેચી લીધી છે, હરિયત કોન્ફેંસના કેટલાય નેતાઓની સુક્ષા પાછી ખેચી લેવામાં આવી છે અથવા તો ઓછી કરી દેવામાં આવી છે. જે નેતાઓની સુરક્ષા પાછી ખેચવામાં આવી છે અથવા તો ઓછી કરવામાં આવી છે. તે નેતાઓમાં એસએએસ ગિલાની, આગા સૈયદ, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શાહિદ ઉલ ઇસ્લામ, જફ્ફાર અકબર ભટ્ટ, નઇમ અહમદ ખાન, મુખ્તાર અહમદ વાજાનો સમાવેશ થાય છે.
આ સિવાય ફારુખ અહમદ ફિચલૂ, મસરૂર અબ્બાસ અંસારી, અબ્દુલ ગની શાહ અને મોહમ્મદ મુસાદિક ભટ્ટની સુરક્ષા વ્યવસ્થા ઓછી કરાવામાં આવી છે. અથવા તો પોછી ખેચી લેવામાં આવી છે. આ નેતાઓની સુરક્ષામાં આશરે 1000 પોલીસકર્મી અને 100 ગાડીઓનો ઉપયોગ થતો હતો. પુલવામામાં થયેલા હુમલા બાદ સરકારે અલગાવવાદિ નેતાઓ પર મોટી કાર્યવાહી કરી છે. સરકારે હુમલા બાદ સ્પષ્ટ કર્યું હતું કે અમે દેશ વિરોધી શક્તિઓ સામે કાર્યવાગી કરીશું.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાઓ અનુસાર, એવાતનો અહેસાસ થયો કે અલગાવવાદિઓની સુરક્ષા પ્રદાન કરવીએ જમ્મુ કાશ્મીરના સંસાધનોનો દુર ઉપયોગ કરવો છે. જેનો સારો ઉપયોગ કરી શકાય તેમ છે. આ પહેલા ગત રવિવારે પણ ચાર નેતાઓની સુરક્ષા પણ પાછી ખેચી લેવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે