Jharkhand Election Results 2019: આ નેતા પાસે સત્તાની ચાવી? ભાજપે કર્યો સીધો સંપર્ક-સૂત્ર
રાજ્યની 81 વિધાનસભા બેઠકો માટે બહુમતનો આંકડો 41 બેઠકોનો છે. કોઈને પણ સ્પષ્ટ જનાદેશ મળતો જોવા મળતો નથી. આવામાં ત્રિશંકુ વિધાનસભાના આસાર છે.
Trending Photos
નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand assembly election results 2019) ના પ્રાથમિક વલણોમાં ત્રિશંકુ વિધાનસબા બનતી જોવા મળી રહી છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં જે પણ ટ્રેન્ડ જવા મળ્યાં તેમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. જ્યારે વિપક્ષી ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને આરજેડી ગઠબંધન 33 બેઠકો પર આગળ હતી. હાલ કોઈને પણ સ્પષ્ટ બહુમત મળતો જોવા મળી રહ્યો નથી.
રાજ્યની 81 વિધાનસભા બેઠકો માટે બહુમતનો આંકડો 41 બેઠકોનો છે. કોઈને પણ સ્પષ્ટ જનાદેશ મળતો જોવા મળતો નથી. આવામાં ત્રિશંકુ વિધાનસભાના આસાર છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપે AJSUને સીધો સંપર્ક સાધ્યો છે. સૂત્ર જણાવે છે કે ભાજપે પોતાના જૂના સહયોગી સુદેશ મહતો જે AJSUના અધ્યક્ષ છે તેમની સાથે વાતચીત કરી છે.
જુઓ LIVE TV
જો AJSU ભાજપ સાથે આવે તો ભાજપને બહુમત મળી શકે છે. અને બહુમતનો આંકડો બની જતા રાજ્યમાં ભાજપની સરકાર બની શકે છે. હકીકતમાં ઝારખંડના રાજકીય પક્ષ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ સુદેશ મહતો અને તેમની પાર્ટી આ વખતે ચૂંટણીમાં ભાજપના સમર્થન વગર જ મેદાનમાં ઉતરી હતી. આ અગાઉ સુદેશ મહતોને સતત ભાજપનું સમર્થન મળતું રહ્યું હતું. ગત ચૂંટણીમાં તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે