સરકારી કર્મચારીઓ સાવધાન! ઓફિસમાં સિગારેટ, ગુટકા-પાનમસાલાના સેવન પર પ્રતિબંધ, નહીં માનો તો કાર્યવાહી થશે

સરકારી ઓફિસમાં સિગારેટ કે ગુટખા ખાવા કે તમાકુની પ્રોડક્ટ્સના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. આ આદેશ એક રાજ્યની સરકારે પોતાના કર્મચારીઓ માટે બહાર પાડ્યો છે. જાણો વિગતો...

સરકારી કર્મચારીઓ સાવધાન! ઓફિસમાં સિગારેટ, ગુટકા-પાનમસાલાના સેવન પર પ્રતિબંધ, નહીં માનો તો કાર્યવાહી થશે

સરકારી ઓફિસમાં સિગારેટ કે ગુટખા ખાવા કે તમાકુની પ્રોડક્ટ્સના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. આ આદેશ એક રાજ્યની સરકારે પોતાના કર્મચારીઓ માટે બહાર પાડ્યો છે. જેના ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની પણ વાત કરાઈ છે. આ માટે સરકારી ઓફિસોમાં બોર્ડ પણ લગાવવામાં આવશે. 

આ રાજ્ય સરકારનો નિર્ણય
કર્ણાટક રાજ્યની સરકારે મોટો નિર્ણય લીધો છે. પોતાના કર્મચારીઓ માટે સરકારી ઓફિસો અને પરિસરોમાં સિગારેટ પીવા કે અન્ય કોઈ પણ તમાકુ ઉત્પાદનોના સેવન પર રોક લગાવી દીધી છે. જો તેનો ભંગ કરવામાં આવશે તો અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની પણ ચેતવણી અપાઈ છે. આદેશમાં કહેવાયુ છે કે ઓફિસમાં ધ્રુમપાન કરવું ગેરકાયદેસર છે. આદેશના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. 

આ નિર્દેશ કર્ણાટક સરકારના કાર્મિક અને પ્રશાસનિક સુધાર વિભાગ (DPAR) એ બહાર પાડ્યો છે. આ આદેશમાં એમ પણ કહેવાયું છે કે જો કોઈ પણ સરકારી કર્મચારી આ આદેશનો ભંગ  કરતા પકડાયો તો તેના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

શું છે આદેશમાં
DPAR એ પોતાના પરિપત્રમાં કહ્યું છે કે સરકારના ધ્યાનમાં આવ્યું છે કે સરકારી કાર્યાલયો અને કાર્યાલય પરિસરોમાં તમાકુ ઉત્પાદનોના સેવન વિરુદ્ધ વૈધાનિક ચેતવણીઓ હોવા છતાં અનેક લોકો ધુમ્રપાન કરે છે. કર્મચારીઓના સ્વાસ્થ્યના હિતમાં અને જનતા તથા સરકારી કર્મચારીઓને ધુમ્રપાનથી બચાવવા માટે કોઈ પણ સરકારી કર્મચારી માટે સરકારી કાર્યાલયો અને કાર્યાલય પરિસરોમાં ધુમ્રપાન સહિત કોઈ પણ તમાકુ ઉત્પાદનોનું સેવન સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. 

થશે કાર્યવાહી
પરિપત્રમાં એ પણ કહેવાયું છે કે આ મામલે કાર્યાલયોમાં ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવશે. આ સાથે એમ પણ કહેવાયું છે કે આ નિર્દેશોના ભંગ કરતા કોઈ પણ સરકારી કર્મચારી જો કાર્યાલય કે કાર્યાલય પરિસરમાં ધુમ્રપાન કરતા કે કોઈ પણ તમાકુ ઉત્પાદન (ગુટખા, પાનમસાલા વગેરે)નું સેવન કરતા પકડાશે તો તેમના પર અનુશાસનાત્મક કાર્યવાહી કરાશે. 

પરિપત્રમાં કહેવાયું છે કે ધુમ્રપાન અને અન્ય તમાકુ ઉત્પાદનોનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જાહેર સ્થળો પર આવા ઉત્પાદનોનું સેવન સિગારેટ અને અન્ય ઉત્પાદન અધિનિયમ 2003 હેઠળ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. 

એક અન્ય આદેશનો પણ ઉલ્લેખ
આ ઉપરાંત પરિપત્રમાં કર્ણાટક રાજ્ય સિવિલ સેવા (આચરણ) નિયમ 2021ના નિયમ 31નો પણ ઉલ્લેખ કરાયો છે જેમાં જાહેર સ્થળો પર કોઈ પણ પ્રકારના નશીલા પીણા કે નશીલા પદાર્થોના સેવન પર રોક છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news