કેરળ વિમાન દુર્ઘટના: PM મોદીએ કેરળના CM પિનરાઇ વિજયનથી ફોન પર કરી વાત
Trending Photos
તિરુવનંતપુરમ: કેરળના કોફિકોડમાં દુબઇથી આવી રહેલા એક વિમાન કરીપુર એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. રનવે પર લપસી જવા બાદ વિમાનના આગળના ભાગમાં બે ટુકડા થઇ ગયા. વિમાનમાં 191 યાત્રી સવાર હતા.
કરીપુર વિમાન દુર્ઘટનાને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનથી ફોન પર વાત કરી હતી. સીએમ વિજયને પ્રધાનમંત્રીને જાણકારી આપી કે, કોઝિકોડ અને મલપ્પુરમના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ અને IG અશોક યાદવની સાથે અધિકારીઓની ટીમ એરપોર્ટ પહોંચ્યા છે. બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
PM Narendra Modi spoke to Kerala CM Pinarayi Vijayan on phone about Karipur plane crash. CM informed PM that a team of officials including Kozhikode & Malappuram District Collectors & IG Ashok Yadav have arrived at the airport & participating in the rescue operation: Kerala CMO pic.twitter.com/hAMuR0R9Rz
— ANI (@ANI) August 7, 2020
કેરળના સીએમ કાર્યકાળે આ જાણકારી આપી
એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોતના સમાચાર આવ્યા છે.
Pained by the plane accident in Kozhikode. My thoughts are with those who lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Kerala CM @vijayanpinarayi Ji regarding the situation. Authorities are at the spot, providing all assistance to the affected.
— Narendra Modi (@narendramodi) August 7, 2020
એર લાઇન્સના પ્રવક્તા અનુસાર દુબઇથી આવી રહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનના કોઝિકોડ એરપોર્ટ પર લપસવાના કારણે દુર્ઘટના સર્જાઇ. ફ્લાઇટIX 1344 સાજે લગભગ 7.40 મિનિટ પર એરપોર્ટ પર લેન્ડ છે.
Deeply distressed to hear about the Air India Express tragedy at Kozhikode. Prayers are with the bereaved families and those injured. We are ascertaining further details.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 7, 2020
પીએમ મોદીએ આ દુર્ધટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, કોઝિકોડ વિમાન દુર્ધટનાથી આહત છે. મારી સંવદેના તે લોકોની સાથે છે જેમણે પ્રિયજનોની આ દુર્ધટનામાં ગુમાવ્યા છે. જે લોકો દુર્ધટનામાં ઘાયલ છે. જલ્દી જલ્દી સાજા થઇ જશે. આ વિશે કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. અધિકારી ઘટનાસ્થળ પર છે અને પ્રભાવિત લોકોને તમામ સંભવ મદદ પહોંચાડવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે