પોલીસની સામે જ અપહરણકારો 30 લાખની ખંડણી વસૂલી ગયા, અને યુવકની હત્યા પણ કરી નાખી

કાનપુર પોલીસ (Kanpur Police) ઉપર ફરીથી એકવાર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે. આ મામલો 13 જુલાઈનો છે જ્યારે ગુમ થયેલા યુવકના પરિજનોએ પોલીસના કહેવા પર અપહરણકર્તા (Kidnapper) ઓને પૈસા આપવાનો નિર્ણય કર્યો હતો. પોલીસને વિશ્વાસ હતો કે બદમાશોને તે પકડી લેશે. પરંતુ બદમાશો પોલીસની સામે જ 30 લાખ રૂપિયાની ખંડણી લઈને રફૂચક્કર થઈ ગયા અને પોલીસ જોતી રહી ગઈ. 

પોલીસની સામે જ અપહરણકારો 30 લાખની ખંડણી વસૂલી ગયા, અને યુવકની હત્યા પણ કરી નાખી

લખનઉ: કાનપુર પોલીસ (Kanpur Police) ઉપર ફરીથી એકવાર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે. આ મામલો 13 જુલાઈનો છે જ્યારે ગુમ થયેલા યુવકના પરિજનોએ પોલીસના કહેવા પર અપહરણકર્તા (Kidnapper) ઓને પૈસા આપવાનો નિર્ણય કર્યો હતો. પોલીસને વિશ્વાસ હતો કે બદમાશોને તે પકડી લેશે. પરંતુ બદમાશો પોલીસની સામે જ 30 લાખ રૂપિયાની ખંડણી લઈને રફૂચક્કર થઈ ગયા અને પોલીસ જોતી રહી ગઈ. 

વાત જાણે એમ છે કે ગત 22 જૂનના રોજ કાનપુરમાં એક યુવક ગુમ થઈ ગયો હતો. જેના લગભગ બે અઠવાડિયા બાદ પરિજનો પાસે સતત યુવકને છોડાવવા માટે ખંડણી વસૂલવા માટેનો ફોન આવતો હતો. જ્યારે સમગ્ર વારદાતની જાણકારી પોલીસને કરવામાં આવી તો તેમણે પરિજનોને ખંડણીની રકમ ભેગી કરીને આરોપીઓને આપવા માટે કહ્યું. પોલીસે પરિજનોને વિશ્વાસ અપાવ્યો કે ખંડણીની રકમ આપી દેવા દરમિયાન તેઓ અપરાધીઓને દબોચી લેશે. એકવાર યુવક હેમખેમ પાછો મળી જાય ત્યારબાદ પૈસા વસૂલ કરી લેવાશે. 

ત્યારબાદ પરિજનોએ પોલીસની વાતો પર વિશ્વાસ કર્યો અને 13 જુલાઈના રોજ અપહરણકર્તાઓએ જે જગ્યાએ પહોંચવાનું કહ્યું ત્યાં તેઓ ખંડણીની રકમ લઈને પહોંચી ગયા હતાં. પરંતુ બદમાશો એટલા ખૂંખાર અને ચાલાક નિકળ્યાં કે તેમણે પોલીસને પણ ચકમો આપી દીધો અને પૈસા ભરેલી બેગ લઈને રફૂચક્કર થઈ ગયા અને અપહ્રત યુવકનો કોઈ અતોપત્તો પણ ન મળ્યો. આરોપ છે કે લાપત્તા યુવકના પિતા સાથે આરોપી લગભગ અડધો કલાક  સુધી વાત કરતા રહ્યાં અને છતાં પોલીસ તેને પકડી શકી નહીં. 

पुलिस के सामने 30 लाख की फिरौती की रकम ले गए अपहरणकर्ता, शख्स को मार भी डाला

પોલીસના સમગ્ર પ્લાનિંગ પર પાણી ફેરવતા બદમાશો સામે આવ્યાં બાદ પણ ફરાર થઈ જવામાં સફળ રહ્યાં અને પોલીસ તાંકતી રહી ગઈ. આ સમગ્ર ઘટનાક્રમે પોલીસની કાર્યવાહી પર ફરીથી સવાલ ઊભા કર્યા છે. 

શું છે મામલો?
કાનપુરના બર્રા વિસ્તારમાં રહેતો યુવક સંજીત યાદવ (27) એક ખાનગી પેથોલોજી લેબમાં કામ કરતો હતો. 22 જૂનના રોજ તે ઘરે પાછો ફર્યો નહીં તો પરિજનોએ તેને ખુબ શોધ્યો પરંતુ કોઈ ભાળ મળી નહીં. ત્યારબાદ પરિજનોએ પોલીસને જાણ કરી. પરંતુ પોલીસે 23 જૂનના રોજ ગુમ થવા અંગેનો કેસ નોંધીને મામલો અટોપી લીધો. લગભગ બે અઠવાડિયા બાદ અપહરણકર્તાઓના ખંડણી માટે ફોન આવવા લાગ્યાં. પોલીસ તેમને ટ્રેક કરવામાં લાગી.

હવે ઘટનાના એક મહિના બાદ પોલીસે પરિજનોને સૂચના આપી કે સંજીતનું મોત થઈ ચૂક્યું છે. આ સમાચાર સાંભળતા જ પરિજનોના રડી રડીને હાલ ખરાબ છે. પરિજનોએ આરોપ લગાવ્યો કે પોલીસની બેદરકારીના કારણે જ તેમના છોકરાનો જીવ ગયો. પોલીસે આ મામલે હાલ ચાર યુવકોની અટકાયત કરી છે. જેમણએ કબુલ્યુ છે કે તેમણે 26 કે 27 તારીખે જ સંજીતની હત્યા કરી નાખી અને તેના મૃતદેહને પાંડુ નદીમાં ફેકી દીધો હતો. 

જુઓ LIVE TV

આ મામલે કાનપુર એસએસપી દિનેશકુમાર પ્રભુનું કહેવું છે કે બર્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક સંજીતના ગુમ થવા અંગે 23 જૂનના રોજ ફરિયાદ લખાઈ હતી. ત્યારબાદ 26 જૂનના રોજ તેને એફઆઈઆરમાં ફેરવવામાં આવી. 29 જૂનના રોજ પરિવારને  ખંડણી માટે ફોન આવ્યો. આ કેસમાં અલગથી એક ટીમ બનાવવામાં આવી હતી જેમના દ્વારા કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યાં. કસ્ટડીમાં લેવાયેલામાંથી 2 સંજીતના ખાસ મિત્ર છે. આ ઉપરાંત પેથોલોજી લેબમાં સંજીત સાથે કામ કરી ચૂક્યા છે, તેમના દ્વારા કબૂલાત થઈ છે કે 26 કે 27 જૂને જ તેનુ મર્ડર કરી દેવાયું હતું અને પાંડુ નદીમાં મૃતદેહને ઠેકાણે લગાવી દેવાયો. મૃતદેહની શોધ માટે પ્રયત્નો ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news