'પપ્પા શાળાએથી હોટલ લઈ જઈ નેતાઓને સોંપી દેતા, માતાને બેહોશ કરી પોતે પણ મારો રેપ કરતા હતા'
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) થી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જેણે બધાને હચમચાવી નાખ્યા છે.
Trending Photos
Lalitpur Rape Case: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) થી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જેણે બધાને હચમચાવી નાખ્યા છે. કળિયુગી પિતાએ તેની જ પુત્રી પર એક કે બે નહીં પણ અનેક લોકો દ્વારા દુષ્કર્મ કરાવ્યું અને પોતે પણ કર્યું. પિતા જ તેની દીકરીને શાળાએથી લાવતો અને સીધો હોટલે લઈ જઈ ભૂખ્યા વરુ જેવા લોકોને સોંપી દેતો. પિતાએ પોતે પણ લોકડાઉનમાં દીકરીનું અનેકવાર શોષણ કર્યું. એટલું જ નહીં પિતાની સાથે સાથે છોકરીનો ભાઈ, કાકા, તાઉએ પણ રેપ કર્યો. છોકરી જે લોકોને સોંપવામાં આવતી તેમાં જિલ્લાના અનેક ટોચના રાજકીય નેતાઓના નામ પણ સામેલ છે.
આ મામલો ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાનો છે. પીડિતા લલિતપુર પોલીસ મથક હદમાં રહે છે. છોકરી હજુ સગીર વયની છે. તેની ઉંમર 18 વર્ષ થઈ નથી. છોકરીએ જણાવ્યું કે તેણે ખુબ વેઠ્યું. 6 વર્ષથી તેની સાથે અનેક લોકોએ દુષ્કર્મ આચર્યું છે. ઘરના લોકો પોતે રેપ કરતા અને બીજા પાસે કરાવતા.
છોકરીએ જણાવ્યું કે જ્યારે પણ તેણે વિરોધ કર્યો ત્યારે તેના બાપે તેની ખુબ પીટાઈ કરી. માતાને પણ મારી. મારી નાખવાની ધમકી આપતા હતા. પપ્પા તેને શાળાએથી લેવા માટે આવતા અને સીધી હોટલમાં છોડી આવતા હતા. સ્ટેશન પાસે એક હોટલ છે જ્યાં તેઓ અવારનવાર લઈ જતા હતા. અહીં એક મહિલા મળતી, જે મને રૂમમાં લઈ જતી. અહીં અનેકવાર લોકોએ દુષ્કર્મ કર્યું.
એકવાર તે મહિલા તેને હોટલમાં લઈ ગઈ. રૂમમાં એક વ્યક્તિ આવ્યો. ત્યારબાદ બેહોશ થઈ ગઈ. જ્યારે હોશ આવ્યા તો કપડાં અને જૂતા વેરવિખેર હતા. તેને પેટમાં ખુબ દુ:ખાવો થતો હતો. અનેક નેતાઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતાએ પોલીસને જણાવ્યું કે પપ્પા, ભાઈ, કાકા, અને તાઉ દ્વારા રેપની વાત તેણે અનેકવાર માતાને જણાવી. માતા તેને પોલીસ સ્ટેશન પણ લઈ ગઈ. પરંતુ આમ છતાં ખબર નહીં કેમ કોઈએ કાર્યવાહી ન કરી. ત્યારબાદ પપ્પાએ ખુબ મારી અને લોકડાઉનમાં પોતે પણ રેપ કર્યો. રેપ કરતા પહેલા પપ્પા માતાને દવાઓ આપીને બેહોશ કરી નાખતા હતા.
અમારી સહયોગી વેબસાઈટ ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ મુજબ પીડિતાએ જણાવ્યું કે આ કાંડમાં તેના પરિવારના નવ લોકો સામેલ છે. જ્યારે સપા અને બસા સંલગ્ન જિલ્લાના ટોચના નેતાઓએ પણ અનેકવાર તેની સાથે રેપ કર્યો. તેના ઘરવાળાઓએ જ આ બધાને તેની સોંપણી કરી હતી. પોલીસે પીડિતાના જણાવ્યાં મુજબ 25 ઓળખ થયેલા લોકો સહિત 28 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. છોકરીનું નિવેદન પણ લેવાયું છે. કોર્ટમાં પણ નિવેદન નોંધાવવામાં આવ્યા છે. મેડિકલ ટેસ્ટ પણ હાથ ધરાયા છે.
લલિતપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડસહિતાની (IPC) કલમ 354, 376ડી, 323, 328, 506, 120બી, તથા Protection of Children from Sexual Offences (POCSO) Act ની કલમ 5 અને 6 હેઠળ એફઆઈઆર દાખલ થઈ છે. આ એફઆઈઆરમાં જે ચોંકાવનારી વિગતો છે તે મુજબ પીડિતા જ્યારે 6ઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેનો પિતા જ તેને જબરદસ્તીથી પોર્નોગ્રાફિક કન્ટેન્ટ દેખાડતો હતો. ટીઓઆઈ સાથે વાતચીતમાં લલિતપુર એસપીએ કહ્યું કે આ ખુબ જ રેર અને સેન્સેટીવ કેસ છે અને અમે તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે