BJP સાંસદનો બફાટ, કહ્યું- 'યુપીમાં હાથી છે કે હાથણી તે ખબર જ નથી પડતી'

ઉત્તર પ્રદેશના ઈટાથી ભાજપના સાંસદ રાજવીર સિંહે શનિવારે લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરવામાં મર્યાદા ઓળંગી નાખી.

BJP સાંસદનો બફાટ, કહ્યું- 'યુપીમાં હાથી છે કે હાથણી તે ખબર જ નથી પડતી'

મહોબા: ઉત્તર પ્રદેશના ઈટાથી ભાજપના સાંસદ રાજવીર સિંહે શનિવારે લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરવામાં મર્યાદા ઓળંગી નાખી. ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર પૂરો થાય તે પહેલા પોતાની છેલ્લી રેલીમાં રાજવીર સિંહે મહાગઠબંધન પર હુમલો કરતા રહ્યું કે હાથી છે કે હાથણી તે ખબર નથી પડતી. હાથી પર સાઈકલ ચઢશે કે પછી સાઈકલ પર હાથી. ભાજપના સાંસદ આટલે જ ન અટક્યા... વધુમાં તેમણે કહ્યું કે આ ગઠબંધનની હારની સાથે જ આગામી 15-20 વર્ષ દેશમાં ચૂંટણી નહીં થાય. 

મહોબાના ચરખારીના વિદ્યા મંદિર કેમ્પસમાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહે ભાજપના ઉમેદવાર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલ માટે મત માંગવા પહોંચ્યા હતાં. અહીં તેમણે મહાગઠબંધનની સાથે સાથે કોંગ્રેસને પણ આડે હાથ લીધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ શૌચાલયની વાત કરી રહી છે. બહુ નાનું દિમાગ છે. રાહુલ ગાંધી જો તમારા દાદી અને અમ્મા ખેતરમાં લોટો લઈને ગયા હોત તો તમને ખબર પડત. 

જુઓ LIVE TV

મહાગઠબંધન પર નિશાન સાધતા રાજવીર સિંહે કહ્યું કે હાથી છે કે હાથણી તે ખબર જ નથી પડતી. શું સાઈકલ હાથી પર ચઢશે... અને જો સાઈકલ હાથી પર ચીઢી ગઈ તો સાઈકલ દેખાશે નહીં માટીમાં ભળી જશે. જેલથી બચવા માટે નેતાઓએ ગઠબંધન કરી લીધુ છે. રાજવીર સિંહે ગઠબંધન પર વાર કરતા કહ્યું કે આ વખતે જો તમે ગઠબંધનને પછાડ્યું તો 15-20 વર્ષ સુધી દેશમાં ચૂંટણી નહીં થાય. 

તેમણે કહ્યું કે જો આ દેશને સશક્ત હાથોમાં સોંપવો હોય તો ભાજપ સિવાય કોઈ રસ્તો નથી. કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે જો આ દેશની બાગડોર બંદરના હાથમાં અસ્તરો ગયો તો તે બધાની દાઢી કરી નાખશે અને પોતાની પણ કાપશે જેવી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news