Longest Escalator: બાપ રે! 5 માળ જેટલું ઊંચું એસ્કેલેટર! દૂર દૂરથી આ જોવા માટે અહીં આવે છે લોકો

longest escalators in India: શું તમે જાણો છો કે ભારતના કયા શહેરમાં દેશનું સૌથી લાંબુ એસ્કેલેટર બનાવવામાં આવ્યું છે? ના તો ચાલો જાણીએ..

Longest Escalator: બાપ રે!  5 માળ જેટલું ઊંચું એસ્કેલેટર! દૂર દૂરથી આ જોવા માટે અહીં આવે છે લોકો

longest escalators in India: દેશના સૌથી ઊંચા એસ્કેલેટરની ઊંચાઈ 5 માળની ઊંચી ઈમારત જેટલી છે. આ એસ્કેલેટર દેશની રાજધાની દિલ્હીમાં છે. આ તમને દિલ્હી મેટ્રોના જનકપુરી વેસ્ટ મેટ્રો સ્ટેશન પર જોવા મળશે. અહીંથી પસાર થતા મુસાફરો મોટાભાગે ભારતના સૌથી લાંબા અને સૌથી ઊંચા એસ્કેલેટર દ્વારા તેમની મુસાફરી પૂર્ણ કરે છે. આ એસ્કેલેટરની લંબાઈ 15.6 મીટર છે.

તેની લંબાઈ વિશે વાત કરીએ તો તે 35.3 મીટર છે. વધુ લંબાઈને કારણે, તેને જોઈન્ટ કરીને બનાવવામાં આવ્યું છે.. તેની લંબાઈ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 2 કરતાં વધુ છે. જો કે આ પહેલા આ રેકોર્ડ કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશનના નામે નોંધાયેલો હતો. આ એસ્કેલેટરની ઊંચાઈ 14.5 મીટર હતી. આ એસ્કેલેટરનો ઉપયોગ યલો લાઇનથી રેડ લાઇન અને કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ સુધી જવા માટે થાય છે.

એસ્કેલેટરના દરેક વિભાગનું વજન 26 ટન છે, જે 5 માળની ઇમારતની સમકક્ષ છે. વધારે વજનના કારણે દિલ્હી મેટ્રો દ્વારા ખાસ કરીને 250 ટનની ક્રેનની મદદ લેવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news