આ પ્રકારની આંગળીવાળી છોકરીઓ હોય છે સૌભાગ્યશાળી, પતિ માટે ગણવામાં આવે છે લકી

Lucky Girls Finger: હસ્તરેખા ને કુંડળીની માફક હાથ અને પગની બનાવટને જોઇને પણ વ્યક્તિ વિશે ઘણા બધા અનુમાન લગાવી શકાય છે. આંગળીની બનાવટ પણ ઘણું બધું રજૂ કરે છે. આવો જાણીએ તેની પાછળનું રહસ્ય. 

આ પ્રકારની આંગળીવાળી છોકરીઓ હોય છે સૌભાગ્યશાળી, પતિ માટે ગણવામાં આવે છે લકી

Lucky Girls for Life Partner: સામુદ્રિક શાસ્ત્રના અનુસાર કોઇપણ માણસના હાથ-પગ, મોંઢા અને શરીરની બનાવટને જોઇને તેના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે ઘણા બધા અંદાજ લગાવી શકાય છે. હાથની આંગળીઓ માણના શરીરનો સૌથી મોટો ભાગ ગણવામાં આવે છે. તેના દ્રારા પણ માણસ વિશે ઘણું  બધુ જાણી શકાય છે. છોકરીઓની વાત કરીએ તો તેમના આંગળીઓની બનાવટની ગણતરી કરીને જાણી શકાય છે કે તેમનું આગામી ભવિષ્ય, વૈવાહિક જીવન અથવા પતિ માટે કોઇપણ પ્રકારની સાબિત થશે. 

ગોળ અને લાંબી આંગળી
ગોળ અને લાંબી આંગળીવાળી છોકરીઓ ખૂબ જ સૌભાગ્યશાળી ગણવામાં આવે છે. તેમનો વ્યવહાર હળીમળી જનાર હોય છે. આ પોતાના સ્વભાવથી દરેકના દિલ જીતનાર હોય છે. કોઇપણ પ્રકારની પરિસ્થિતિ હોય, આવી છોકરીઓએ હંમેશા પોતાના પતિ સાથે ઉભી રહે છે. આ છોકરીઓને બિઝનેસમાં ખૂબ મહારત પ્રાપ્ત થાય છે. 

નાની આંગળી
નાની આંગળીવાળી છોકરીઓ ખૂબ જ ખર્ચાળુ સ્વભાવની હોય છે. આવી છોકરીઓને ખરીદી કરવી ખૂબ પસંદ હોય છે. એવામાં આ શોપિંગ પર ખૂબ ખર્ચ કરે છે. જોકે આ સંબંધ નિભાવવામાં ખૂબ જ ઇમોશનલ હોય છે. આ હંમેશા સુખ-દુખમાં બીજાની સાથે ઉભી રહે છે. તેના વિચાર ખૂબ ખુલ્લા હોય છે. 

પાતળી અને નાની આંગળીઓ 
પાતળી અને નાની આંગળીવાળી છોકરીઓ પૈસા ખર્ચ કરવામાં કંજૂસ હોય છે. તેમને નાની નાની વાતો પર ગુસ્સો આવે છે. તેના લીધે આ મિત્રોના મામલે પાછળ રહે છે. તેમનો કોઇ સારો મિત્ર બની શકતું નથી. 

આંગળીનો આગળ ભાગ પાતળો
તો બીજી તરફ જે છોકરીઓના હાથની આંગળીનો આગળનો ભાગ પાતળો હોય છે અને એક સમાન હોય. એવી છોકરીઓ લગ્ન બાદ ખૂબ જ સુખ ભોગવે છે. તેમનું લગ્ન જીવન ખૂબ જ સુખદ રહે છે. આવી છોકરીઓ બીજાનો ખૂબ જ ખ્યાલ રાખે છે અને લગ્ન બદ પતિ અને સાસરીવાળા મટે ખૂબ જ લકી સાબિત થાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. ) 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news