VIDEO: અકસ્માતના કારણે દલિત યુવક ડ્યૂટી પર ન આવી શક્યો, માલિકે હંટરથી ફટકાર્યો
મધ્યપ્રદેશના હોશંગાબાદમાં કોઈને જણાવ્યાં વગર રજા પર ગયેલા એક દલિત યુવકને તેના માલિકે મશીનથી બાંધીને હંટર (કોરડો)થી ખુબ પીટાઈ કરી.
Trending Photos
હોશંગાબાદ: મધ્યપ્રદેશના હોશંગાબાદમાં કોઈને જણાવ્યાં વગર રજા પર ગયેલા એક દલિત યુવકને તેના માલિકે મશીનથી બાંધીને હંટર (કોરડો)થી ખુબ પીટાઈ કરી. એટલું જ નહીં આ દબંગ માલિકે યુવકની પીટાઈનો એક વીડિયો પણ બનાવી લીધો. હોશંગાબાદના ગ્રામ રાયપુર નિવાસી અજય અહિરવાર હોશંગાબાદમાં શિવનંદી પેટ્રોલ પંપ પર કામ કરતો હતો. થોડા દિવસો પહેલા તેનો અકસ્માત થયો જેના કારણે અજય કામ પર જઈ શકતો નહતો. અજયે જણાવ્યા વગર રજાઓ પાડતા તેનો માલિક નારાજ થઈ ગયો. ત્યારબાદ આરોપી યુવકે પોતાના એક સાથીને મોકલીને અજયને બોલાવ્યો. અજયના આવ્યાં બાદ માલિકે તેની પીટાઈ શરૂ કરી દીધી.
ડરના કારણે ગામડે જતો રહ્યો હતો યુવક
આરોપી દીપક સાહૂ અને ચિંટુ સાહૂએ પહેલા તો અજયને પેટ્રોલ પંપમાં મશીન સાથે બાંધી દીધો. ત્યારબાદ અજય પર હંટર વરસાવવાના શરૂ કરી દીધા. બંને દબંગોએ લગભગ દસ મિનિટમાં દલિત અજયને 100થી વધુ કોરડા ફટકાર્યાં. અજયની આ પીટાઈનો વીડિયો પણ બનાવી લીધો. અજય યેનકેન પ્રકારે દબંગોના ચંગુલથી બચીને સંબંધીઓના ત્યાં ગ્રામ પવારખેડા જતો રહ્યો.
#WATCH: An employee at a petrol pump in Madhya Pradesh's Hoshangabad being thrashed with whip for not coming to work. Both accused arrested. Victim says, 'I met with an accident so didn't go to work for 5-6 days. Owner&his friend called me at pump&beat me'.(NOTE: Strong Language) pic.twitter.com/HjNaQa6Pte
— ANI (@ANI) July 6, 2018
બંને આરોપીઓની ધરપકડ
સંબંધીઓના ત્યાંથી પાછા ફરતા અજયે ગામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી. વીડિયો મળતા જ પોલીસે આરોપી ચિંટુ સાહૂ અને દીપક સાહૂ પર કલમ 360/18, કલમ 342.294, કલમ 323. 506 તથા એસસીએસટી એક્ટ હેઠળ મામલો દાખલ કરીને ધરપકડ કરી લીધી છે. જે હંટરથી અજયની પીટાઈ કરવામાં આવી તે પણ જપ્ત કરી લેવાયું છે.
પેટ્રોલ પંપ સાથે બાંધીને કરાઈ પીટાઈ
અજયના જણાવ્યાં મુજબ "હું શિવનંદી પેટ્રોલ પંપ ઉપર કામ કરું છું. થોડા દિવસો પહેલા મારો અકસ્માત થયો હતો. જેના કારણે છેલ્લા 5-6 દિવસથી કામ પર જઈ શકતો નહતો. એક દિવસ ચિંટુ અને રિંકુ મને પેટ્રોલ પંપ પર લઈ ગયાં. ત્યાં તેમણે મને પેટ્રોલ પંપ સાથે બાંધી દીધો અને કોરડાથી ફટકારવાનું શરૂ કરી દીધુ. આ સાથે જ મને રિપોર્ટ ન કરવાની પણ ધમકી આપી. ડરના કારણે હું ગામડે જતો રહ્યો અને ત્યાંથી આવ્યાં બાદ મેં ફરિયાદ કરી."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે