Corona સંક્રમણને જોતા આ રાજ્યમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા સ્થગિત
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં દિવસે દિવસે મોટો વધારો થઈ રહ્યો છે. આ ઘાતક વાયરસને જોતા રાજ્યમાં શાળા-કોલેજ બંધ કરી દેવામાં આવી છે. તો હવે બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
Trending Photos
મુંબઈઃ કોરોના (Coronavirus) વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) ધોરણ 10 અને 12ની બોર્ડની (10th-12th Board Exam) પરીક્ષા સ્થગિત કરી દીધી છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ (Varsha Gaikwad) સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
ધોરણ 12ની મે અને 10ની જૂનમાં લેવાશે પરીક્ષા
ગાયકવાડે ટ્વીટ કરીને કહ્યું, મહારાષ્ટ્રમાં વર્તમાન કોરોનાની સ્થિતિ જોતા અમે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. હવે ધોરણ 12ની પરીક્ષાનું આયોજન મેના અંત સુધી જશે જ્યારે ધોરણ 10ની પરીક્ષા જૂન મહિનામાં લેવાશે. તે પ્રમાણે નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર CBSE, ICSE અને IB ને વિનંતી કરશે કે તે પોતાની પરીક્ષાની તારીખો પર પુનવિચાર કરે.
📢 Imp Announcement: Given the current #COVID-19 situation in Maharashtra, we’ve postponed state board exams for class 10th & 12th. The present circumstances are not conducive for holding exams. Your health is our priority. #PariskhaPeCharcha #HSC #SSC #exams (1/5) pic.twitter.com/cjeRZAT7ux
— Varsha Gaikwad (@VarshaEGaikwad) April 12, 2021
પરીક્ષા વગર પ્રમોટ થયા આ વિદ્યાર્થીઓ
આ પહેલા રાજ્ય સરકારે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર આગામી ક્લાસમાં પ્રમોટ કરવાનો નિર્ણય લીધો હતો. ગાયકવાડે પોતાના ટ્વીટર પર વીડિયો શેર કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ક્લાસ 1થી 9 અને ધોરણ 11ના બધા મહારાષ્ટ્ર બોર્ડ (Maharashtra Board) ના વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા વગર પ્રમોટ કરી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે