મોદીને PM માનવાનો ઇન્કાર કરનાર મમતા હવે શપથગ્રહણમાં ભાગ લેશે
Trending Photos
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણીની કડવાટ ભુલીને વડાપ્રધાન નરેન્દ્રમોદીના શપથ ગ્રહણ સમારોહમાં જોડાશે. લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીમમતા બેનર્જી અને ભાજપની વચ્ચે તીખી નિવેદનબાજી જોવા મળી હતી. બંન્ને દળોનાં નેતાઓએ અનેક વિવાદાસ્પદ નિવેદન આપ્યા અને એકબીજા પર આરોપો લગાવ્યા હતા. એવામાં માનવામાં આવી રહ્યું હતું કે, મમતા શપથ ગ્રહણસમારોહમાં હિસ્સા નહી લે. જો કે મમતા 30 મેના રોજ નરેન્દ્ર મોદીનાં વડાપ્રધાન તરીકે ફરીએકવાર શપથ લેવાનાં કાર્યક્રમમાં હિસ્સો લેશે. આ અંગે તેમનું કહેવું છે કે એક રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનનાં શપથગ્રહણ સમારોહમાં જોડાશે.
UP: નજીમાબાદની મુખ્ય બજારમાં ધોળા દિવસે બસપા નેતા સહિત 2ની હત્યા
તમિલ સિનેમાનાં ત્રણ દિગ્ગજ અભિનેતા આમંત્રીત
તમિલ સિનેમાનાં દિગ્ગજ અભિનેતાઓ રજનીકાંત અને કમલ હાસનને આમંત્રિત કરવામાં આવ્યા છે. હાસનની મક્કલ નિધિ મય્યમ પાર્ટીએ પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો હતો અને રજનીકાંતે ડિસેમ્બર 2017માં રાજનીતિમાં આવવા અંગેની જાહેરાતને અત્યાર સુધી ઔપચારિક રીતે નથી આપવામાં આવ્યું. બંન્ને અભિનેતાઓ સાથે જોડાયેલા નજીકનાં સુત્રોએ ગુરૂવારે યોજાનારા શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ મળવાની માહિતી આપી પરંતુ અભિનેતાઓનાં હિસ્સા લેવા અંગે માહિતી નહોતી આપી.
કર્ણાટક પણ કબ્જે કરશે ભાજપ? કિલ્લો બચાવવા કોંગ્રેસે મોકલ્યા બે યોદ્ધા
શપથગ્રહણ સમારોહમાં બિમ્સટેક જુથનાં નેતા આમંત્રીત
શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે સરકારે બિમ્સ્ટેક સમુહના નેતાઓને આમંત્રિત કર્યા છે. વિદેશ મંત્રાલયનાં અનુસાર બિમ્સ્ટેક દેશનાં નેતાઓને સરકારીનેતાઓને પાડોશી પ્રથમ નીતિ હેઠળ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમુહમાં બાંગ્લાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ,શ્રીલંકા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે