'મુસલમાન' મુદ્દે મેનકા ગાંધી અને હેમા માલિની સામ-સામે
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં ભાજપના સાંસદ અને મથુરા બેઠક પરથી ઉમેદવાર હેમા માલિનીએ જણાવ્યું કે, "એક જન પ્રતિનિધિ તરીકે કામ કરતા સમયે હું એ નથી જોતી કે કોણે મને વોટ આપ્યો છે અને કોણે નહીં. લોકોનું કામ કરવું મારી જવાબદારી છે"
Trending Photos
મથુરાઃ મુસ્લિમો અંગે નિવેદન આપવા માટે કેન્દ્રીય મંત્રી અને સુલ્તાનપુરના ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીને એક તરફ કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે તેમની જ પાર્ટીનાં સાંસદ હેમા માલિનીએ પણ તેમના એ નિવેદનને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો છે. સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં ભાજપના સાંસદ અને મથુરા બેઠક પરથી ઉમેદવાર હેમા માલિનીએ જણાવ્યું કે, "એક જન પ્રતિનિધિ તરીકે કામ કરતા સમયે હું એ નથી જોતી કે કોણે મને વોટ આપ્યો છે અને કોણે નહીં. લોકોનું કામ કરવું મારી જવાબદારી છે"
હેમામાલિનીએ જણાવ્યું કે, ત્રણ તલાકના મુદ્દે મોટાભાગના મુસ્લિમ મહિલાઓ અમારી સાથે છે. તે અમને ટેકો આપી રહી છે. આમ પણ સમાજના તમામ વર્ગ સાથે સમાનતા રાખીને જ કામ કરવાનું હોય છે. મેનકા ગાંધીનું નામ લીધા વગર હેમાએ જણાવ્યું કે, કોઈ શું વિચારે છે તેના પર તે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં.
હેમાએ જણાવ્યું કે, તેમણે અને તેમની સરકારે ઘણા સારા કામ કર્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો ફરથી તેમને ચૂંટી કાઢશે. સમગ્ર વ્યવસ્થા બદલાઈ રહી છે. લોકો હવે વિકાસ ઈ્ચછે છે, જાતિ આધારિત રાજનીતિ હવે કામની રહી નથી.
ઉલ્લેખનીય છે કે, મેનકા ગાંધીએ શુક્રવારે તેમના મતવિસ્તારમાં મુસ્લિમ મતદારોને જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેમની તરફેણમાં મતદાન કરે, કેમ કે મુસલમાનોને ચૂંટણી પછી તેમની જરૂર પડશે. મેનકાએ મુસ્લિમ બહુમતિ ધરાવતા તુરાબખાનીમાં ગુરુવારે એક ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે, "હું લોકોના પ્રેમ અને સહયોગને કારણે વિજયી બનું છું. જો મારો આ વિજય મુસલમાનો વગર થશે તો મને સારું નહીં લાગે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે