ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું, બપોરે હાઈ ટાઇડની આશંકા, એક વ્યક્તિનું મૃત્યુ
Trending Photos
મુંબઈ: વરસાદે મુંબઈ (Mumbai) ને ધમરોળી નાખ્યું છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઈમાં હિન્દમાતા, દાદર ટીટી, કિંગસર્કલ, સાયન, ચેમ્બુર, અંધેરી, સાંતાક્રૂઝ, અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહનવ્યવહારને પણ અસર થઈ છે. સમુદ્રમાં 4.45 મીટર ઊંચી લહેરો ઉઠવાની શક્યતા છે. સુરક્ષા કારણોસર લોકોને સતર્ક રહેવાનું કહેવાયું છે તથા સમુદ્રીકાંઠાથી દૂર રહેવાની અપીલ કરાઈ છે.
High tide of 4.45 metres expected at 1247 hours in #Mumbai today: Brihanmumbai Municipal Corporation (BMC) pic.twitter.com/QY5TgfRgWq
— ANI (@ANI) August 4, 2020
મુંબઈ પાસે થાણામાં વરસાદના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું. હકીકતમાં ટીએમસી સ્ટ્રીટમાં ઓવાલા હનુમાન મંદિરની પાસે વીજળીના એક થાંભલામાં કરન્ટ આવ્યો જેની ઝપેટમાં આવતા આ વ્યક્તિનું મોત થયું. કસર્વદાવલી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળ પર હતાં.
જુઓ LIVE TV
મુંબઈ શહેરના કોલાબામાં રાતે એક વાગ્યા સુધીમાં લગભગ 269 મિલીમીટર વરસાદ નોંધાયો. જ્યારે પરા વિસ્તાર સાંતાક્રૂઝમાં 87 મિલીમીટર વરસાદ નોંધાયો. સતત પડી રહેલા વરસાદના કારણે હવામાન ખાતાએ મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કરી છે. અને આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે