મહિલાના સુંદર ફિગર પર કોમેન્ટ કરતા પહેલા દસ વાર કરજો વિચાર...નહીં તો આવી સમસ્યા ઊભી થશે
દરેક મહિલાને તેની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મહિલાને તેણે ફિગર બહુ સાચવ્યું છે એમ કહેવું જાતીય સતામણી પણ બને છે? આવું મુંબઈમાં કોર્ટે જણાવ્યું છે.
Trending Photos
દરેક મહિલાને તેની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મહિલાને તેણે ફિગર બહુ સાચવ્યું છે એમ કહેવું જાતીય સતામણી પણ બને છે? આવું મુંબઈમાં કોર્ટે જણાવ્યું છે. કામના સ્થળે છેડતીના એક કેસમાં મુંબઈની સેશન્ટ કોર્ટે આ મામલે આદેશ આપ્યો છે.
મહિલાએ અંધેરીની રિયલ એસ્ટેટ કંપનીના 42 વર્ષના આસિસ્ટન્ટ મેનેજર અને 30 વર્ષના સેલ્સ મેનેજર સામે 24 એપ્રિલના રોજ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી અને આ બંને સામે મહિલાનો વિનયભંગ કરવાનો, પીછો કરવો અને ઈશારા કરીને મહિલાની ગરીમાનું અપમાન કરવું વગરે કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. મહિલાએ આ અગાઉ ઓફિસની ઓથોરિટીને પણ જાણ કરી હતી.
પોલીસે આ મામલે બંને વ્યક્તિની ધરપકડ કરી અને આગોતરા જામીન અંગેની સુનાવણીમાં સરકારી પક્ષે રજૂઆત કરી હતી કે સાક્ષીદારોના નિવેદનો અને દસ્તાવેજો પરથી જણાય છે કે પહેલી માર્ચ અને 14 એપ્રિલ વચ્ચે આરોપીએ મહિલાની જાતીય સતામણી કરી હતી. સેશન્સ કોર્ટે એમ કહીને આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી કે મહિલા સહકર્મચારીને તેમનું ફિગર બહુ સુંદર છે અને તેણે પોતાની જાતને સુડોળ રાખી છે તેમ જ વારંવાર બહાર સાથે આવવાનું કહેવું એ તેમનો વિનયભંગ કરવા અને ગંદી ભાષા વાપરવા સમાન છે. કોર્ટે જામીન નકારીને કહ્યું હતું કે આરોપીઓનું વર્તન ગંદી ભાષા પ્રયોગ અને વિનયભંગ કરનારું છે.
કોર્ટે કહ્યું કે આ કેસમાં ઘણી બાબત છે જેમાં આરોપીની પૂછપરછ જરૂરી છે. આથી તપાસ અધિકારીનો તપાસ કરવાનો અધિકાર છીનવાઈ જશે અને તેનાથી કેસ પર અસર તશે અને ફરિયાદીના કેસને અસર થશે, એમ જજ એ ઝેડ ખાને ગયા સપ્તાહે બે અલગ આદેશમાં જણાવ્યું હતું. બીજી બાજુ આરોપીઓએ અરજીમાં આરોપોને નકારી દીધા અને કહ્યું કે તેમને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. જો કે કોર્ટે ફ્રન્ટ ઓફિસ એક્ઝિક્યુટિવની જાતીય સતામણી કરવાના કેસમાં બે રિયલ એસ્ટેટ એક્ઝિક્યુટિવને રાહત આપવાની ના પાડી દીધી અને આરોપીઓ સામે પ્રથમદર્શી કેસ બનતો હોવાનું નિરીક્ષણ કરીને અરજી ફગાવી દીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે