Uddhav Thackeray વિશે નારાયણ રાણેના વિવાદિત નિવેદનથી ભડક્યા શિવસેના કાર્યકરો, રાજ્યભરમાં દેખાવો, નાસિકમાં BJP કાર્યાલય પર પથ્થરમારો
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ રાજકારણ ગરમાયું છે. શિવસેનાએ આક્રમક તેવર અપનાવ્યા છે. શિવસેના કાર્યકરોએ નાસિકમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ મચાવી.
Trending Photos
મુંબઈ: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. શિવવસેનાએ આક્રમક તેવર અપનાવ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર શિવસેનાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેખાવો થઈ રહ્યા છે. શિવસેના કાર્યકરોએ નાસિકમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ મચાવી છે. આ સાથે જ નાસિકમાં નારાયણ રાણે વિરુદ્ધ કેસ પણ દાખલ કરાયો છે. નાસિક પોલીસે ધરપકડના આદેશ પણ આપ્યા છે અને તેમના વિરુદ્ધ વોરન્ટ પણ ઈશ્યું થયું છે. કહેવાય છે કે નાસિક પોલીસ નારાયણ રાણેની ધરપકડ માટે નીકળી ગઈ છે. મુંબઈમાં પણ શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાણેની ધરપકડની માગણી કરી રહ્યા છે.
એક નિવેદન પર બબાલ
વાત જાણે એમ છે કે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તેઓ ત્યાં હોત તો તેમને (સીએમ) એક જોરદાર થપ્પડ મારત. કારણ કે મુખ્યમંત્રી 15 ઓગસ્ટના રોજ નાગરિકો માટે પોતાના સંબોધન દરમિયાન સ્વતંત્રતાના વર્ષને ભૂલી ગયા હતા. તેમણે કહ્યું હતું કે 'આ શરમજનક છે કે મુખ્યમંત્રીને સ્વતંત્રતાના વર્ષની ખબર નથી. તેઓ પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતાના વર્ષોની ગણતરી અંગે પૂછવા માટે પાછળ ઝૂકી ગયા. જો હું ત્યાં હોત તો હું તેમને એક જોરદાર 'થપ્પડ' મારત.'
#WATCH | Maharashtra: A clash breaks out amid Shiv Sena workers, BJP workers and Police in Mumbai as Shiv Sena workers marched towards Union Minister Narayan Rane's residence.
Union Minister Narayan Rane had given a statement against CM Uddhav Thackeray yesterday. pic.twitter.com/TezjDGGqAb
— ANI (@ANI) August 24, 2021
કાર્યકરો ગુસ્સામા
નારાયણ રાણે પર શિવસેનાના કાર્યકરોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કહેવાય છે કે નાસિકમાં ભાજપના કાર્યાલય પર પથ્થરમારો થયો છે અને તેની તસવીરો પણ સામે આવી છે. આરોપ છે કે શિવસેનાના કાર્યકરોએ આ પથ્થરમારો કરીને પોતાનો ગુસ્સો કાઢ્યો છે.
Shiv Sena MP Vinayak Raut writes to PM Narendra Modi, requesting him to remove minister Narayan Rane from Union Cabinet over a comment against Shiv Sena chief and Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/g72NZXBZJD
— ANI (@ANI) August 24, 2021
પુણેમાં પણ નોંધાઈ એફઆઈઆર
નારાયણ રાણે વિરુદ્ધ પુણે શહેરના ચતુરશ્રીંગી પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર દાખલ થઈ છે. આ એફઆઈઆર યુવાસેનાએ નોંધાવી છે. એફઆઈઆર આઈપીસીની કલમ 153 અને 505 હેઠળ દાખલ થઈ છે.
હાઈકોર્ટ જવાની તૈયારીમાં નારાયણ રાણે
આ મામલે વિવાદ વધતો જોઈને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે હાઈકોર્ટ જવાની તૈયારીમાં છે. કહેવાય છે કે તેઓ પોતાના વકીલ સાથે વાત કર્યા બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી શકે છે. આ બાજુ શિવસેના સાંસદ વિનાયક રાઉતે પીએમ મોદીને પત્ર લખીને નારાયણ રાણેને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.
#WATCH | Maharashtra: A group of Shiv Sena workers pelt stones at BJP party office in Nashik & raise slogans against Union Minister Narayan Rane.
The Union Minister and BJP leader had given a statement against CM Uddhav Thackeray yesterday. pic.twitter.com/Y3A3cWZbTa
— ANI (@ANI) August 24, 2021
કોરોનાને લઈને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું
નારાયણ રાણેએ નાસિકમાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરીને જન આશીર્વાદ રેલી કાઢી હતી. ઉપરથી સીએમ વિશે વિવાદિત નિવેદન આપ્યું. જેને લઈને મહારાષ્ટ્ર સરકાર આકરા પાણીએ છે. નાસિકમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ થયો છે અને ધરપકડના આદેશ અપાયા છે. રાણેની જન આશીર્વાદ યાત્રા મહાડ પહોંચ્યા બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. તે સમયે તેઓ પત્રકારો દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. એક પત્રકારે તેમને કહ્યું કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ છે અને બાળકો પર ખતરો વધુ છે આથી મુખ્યમંત્રીએ ભીડથી બચવાનું કહ્યું છે તો નારાજ થઈને નારાયણ રાણેએ કહ્યું કે તેમને નથી ખબર કે તેઓ અમને શું જણાવશે. તેઓ કયા ડોક્ટર છે? ત્રીજી લહેરનો અવાજ ક્યાંથી આવ્યો? તેઓ તો એમ પણ કહેતા હતા કે બાળકો જોખમમાં છે અને લોકોને ડરાવે છે. અશુભ ન બોલો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે