Andhra Pradesh Train: આંધ્રપ્રદેશમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 6ના મોત અને 10થી વધુ ઘાયલ

Andhra Pradesh News:  આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોઠાવલાસા મંડલના અલામંદા-કંથકપલ્લી ખાતે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ.

Andhra Pradesh Train: આંધ્રપ્રદેશમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 6ના મોત અને 10થી વધુ ઘાયલ

Andhra Pradesh News:  બે ટ્રેનો સામ સામે આવી જવાને કારણે અકસ્માતની ઘટના. આ ઘટના બની આંધ્રપ્રદેશમાં. જ્યાં પેસેન્જર ટ્રેન અને એક્સપ્રેસ વચ્ચે ભયંકર ટક્કર થઈ. આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોઠાવલાસા મંડલના અલામંદા-કંથકપલ્લી ખાતે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ઓવરહેડ કેબલ કપાઈ જવાને કારણે રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પર રોકાઈ ગઈ હતી. જો કે, તે જ સમયે આવી રહેલી પલાસા એક્સપ્રેસ પાછળથી રાયગઢ ટ્રેન સાથે અથડાઈ હતી.
 

— ANI (@ANI) October 29, 2023

 

પરિણામ એ આવ્યું કે રાયગઢ પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા છે જ્યારે 10 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. માહિતી મળતાં જ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન ઘટના સ્થળે વીજળીના અભાવે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કોચમાં મુસાફરોની સંખ્યા વધુ છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી ઘણા ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઈજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલ લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે.

હેલ્પ લાઈન નંબર જાહેર:

— ANI (@ANI) October 29, 2023

 

આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિજયનગરમની નજીકના જિલ્લાઓ વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લેથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવાનો આદેશ આપ્યો છે. તેમજ સારી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ આરોગ્ય, પોલીસ અને મહેસૂલ સહિતના અન્ય સરકારી વિભાગોને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા આદેશો જારી કર્યા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news