Lok Sabha Election 2024: આ કેવી વિડંબના છે, પ્રથમવાર કોંગ્રેસને મત નહીં આપી શકે સોનિયા અને રાહુલ ગાંધી!

New Delhi Lok Sabha Seat: કોંગ્રેસ પાર્ટીએ આ વખતે ભાજપનો મુકાબલો કરવા માટે INDIA ગઠબંધન બનાવ્યું છે. સહયોગીઓ માટે તેણે ઘણી સીટો છોડી છે. પરંતુ એક સીટ પર એવું સમીકરણ બન્યું કે કોંગ્રેસને ગાંધી પરિવારના સભ્યો જ મત આપી શકશે નહીં. 
 

Lok Sabha Election 2024: આ કેવી વિડંબના છે, પ્રથમવાર કોંગ્રેસને મત નહીં આપી શકે સોનિયા અને રાહુલ ગાંધી!

નવી દિલ્હીઃ Rahul Gandhi Sonia Gandhi: ન કોઈ ભ્રમમાં ન રહેતા. આ કોઈ પ્રતિબંધ નથી પરંતુ દિલ્હીમાં રાજકીય સમીકરણ એવું બની ગયું છે કે કોંગ્રેસે આ દિવસ જોવો પડશે. જ્યારે INDIA ગઠબંધન બન્યું હતું અને તાજેતરમાં આમ આદમી પાર્ટી સાથે સીટોની વહેચણી થઈ ત્યારે ગાંધી પરિવાર કે કોંગ્રેસના કોઈ રણનીતિકારોએ લગભગ વિચાર્યું નહીં હોય કે પરિવારા ત્રણ મત પાર્ટીને મળી શકશે નહીં. નોંધનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નવી દિલ્હી લોકસભા ક્ષેત્રના મતદાતા છે, પરંતુ આ વખતે તે ચૂંટણીમાં પોતાની પાર્ટીને મત આપી શકશે નહીં.

AAP ની પાસે છે નવી દિલ્હી સીટ
હકીકતમાં સીટ શેયરિંગમાં કોંગ્રેસે ગાંધી પરિવારવાળી નવી દિલ્હી સીટ અરવિંદ કેજરીવાલની પાર્ટીને આપી છે. AAP નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વી દિલ્હી અને પશ્ચિમ દિલ્હી લોકસભા સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસને ત્રણ સીટો મળી છે. તેમાં ચાંદની ચોક, ઉત્તર પૂર્વી દિલ્હી અને ઉત્તર પશ્ચિમી દિલ્હી સામેલ છે. ગાંધી પરિવાર જે નવી દિલ્હી લોકસભા ક્ષેત્રમાં મતદાતા છે, તે એક સમયે કોંગ્રેસનો ગઢ હતી, પરંતુ 2014માં ચાલેલી મોદી લહેરમાં તમામ સમીકરણ ધ્વસ્ત થઈ ગયા હતા.

બાંસુરી Vs સોમનાથ
આ વખતે અહીંથી ભાજપે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ઉમેદવાર બનાવી છે તો આમ આદમી પાર્ટીએ સોમનાથ ભારતીને મેદાનમાં ઉતાર્યા છે.

આવું પ્રથમવાર હશે જ્યારે આઝાદી બાદ ગાંધી પરિવારના સભ્ય પોતાની પાર્ટીને મત આપી શકશે નહીં. હકીકતમાં કોંગ્રેસ ઘટતા જનાધારને કારણે પાર્ટીને ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા માટે મજબૂર થવું પડ્યું છે.

પહેલા માકનની હતી સીટ
1952થી 2009ની વચ્ચે નવી દિલ્હી સીટથી કોંગ્રેસ પાર્ટી 7 વખત જીત મેળવી ચૂકી છે. બે લોકસભા ચૂંટણીમાં સતત ભાજપની મીનાક્ષી લેખીએ જીત મેળવી હતી. 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા અજય માકન નવી દિલ્હી સીટથી જીતી સંસદ પહોંચ્યા હતા. આ ક્ષેત્રમાં કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓના ઘર છે અને તેથી તે ત્યાંના મતદાતા છે. પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લા પણ અહીંના વોટર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news