CBSE ના 10th-12th બોર્ડના Result ને લઇને નવી અપડેટ, કાલે જાહેર થઇ શકે પરિણામની તારીખ

અટકળો લગાવવામાં આવી રહી છે કે બોર્ડ સોમવારે રિઝલ્ટ જાહેર થવાની તારીખ અને સમય અને બતાવી શકે છે. આ પહેલાં સીબીએસઇ દ્વારા ધોરણ 10 ના પરિણામ 20 જુલાઇ સુધી જાહેર કરવાની આશા છે.

CBSE ના 10th-12th બોર્ડના Result ને લઇને નવી અપડેટ, કાલે જાહેર થઇ શકે પરિણામની તારીખ

નવી દિલ્હી: કાઉન્સિલ ફોર ધ ઇન્ડીયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કર્યા બાદ હવે બધાની નજર સીબીએસઇ (CBSE) ના ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ પર છે. આશા છે કે સીબીએસઇ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ (Result) ને લઇને જલદી તારીખ અને સમયની જાહેરાત કરી શકે છે. તેના માટે સીબીએસઇએ વિદ્યાર્થીને બોર્ડ પરીક્ષા 2021ના પરિણામને લઇને અપડેટ જાવવા માટે સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર નજર રાખવા માટે કહ્યું છે. 

સોમવારે આવી શકે છે પરિણામની તારીખ
અટકળો લગાવવામાં આવી રહી છે કે બોર્ડ સોમવારે રિઝલ્ટ જાહેર થવાની તારીખ અને સમય અને બતાવી શકે છે. આ પહેલાં સીબીએસઇ દ્વારા ધોરણ 10 ના પરિણામ 20 જુલાઇ સુધી જાહેર કરવાની આશા છે, પરંતુ તેમછતાં બોર્ડે કેટલીક સ્કૂલોને વિદ્યાર્થીના નંબર સુધારા માટે કહી દીધું છે. 

અન્ય પરીક્ષઓના આધાર પર જાહેર થશે રિઝલ્ટ
સીબીએસઇના ધોરણ 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ આખા વર્ષમાં સ્કૂલ દ્વારા આયોજિત કરવામાં આવેલી પરીક્ષાઓમાં મળેલા માર્ક્સના મૂલ્યાંકનના આધાર પર તૈયાર કરવામાં આવશે. કુલ 100 પોઇન્ટમાંથી 20 પોઇન્ટ ઇન્ટરનેશનલ અસેસમેન્ટ અને 80 પોઇન્ટ સ્કૂલ દ્વારા શૈક્ષણિક સત્રમાં આયોજિત વિભિન્ન પરીક્ષાઓમાં સ્ટૂડન્ટના પરર્ફોમન્સના આધાર પર આપવામાં આવશે. 

તમને જણાવી દઇએ કે અઠવાડિયાની શરૂઆતમાં સીબીએસઇના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે, આ વર્ષે  પરિણામમાં મોડું થઇ રહ્યું છે કારણ કે આ પરિસ્થિતિઓ અસાધારણ છે. સ્કૂલોની સાથે સાથે તમામ માટે આ પ્રક્રિયા નવી અને વિસ્તૃત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news