હવે ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
No Detention Policy: મોદી સરકારે શિક્ષણને સુધારવા માટે એક મોટું પગલું ભર્યું છે, જે અંતર્ગત હવે 'નો ડિટેન્શન પોલિસી' ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મતલબ કે હવે જે બાળકો 5 અને 8માં નાપાસ થાય છે તેમને આગળના વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે નહીં.
Trending Photos
No Detention Policy: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય કરતા હવે નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે. હવે ધોરણ 5 અને ધોરણ 8ની વાર્ષિક પરીક્ષામાં ફેલ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર બીજીવાર પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો તે બીજીવાર નાપાસ થાય છે તો તેને આગળ જવા દેવામાં આવશે. શાળા ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને બહાર કાઢશે નહીં.
સોમવારે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરીને લાંબા સમયથી ચાલતી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય બાદ હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ નાપાસ કર્યા છે.
ક્લાસ 5 અને 8ના વિદ્યાર્થીઓ પર થશે અસર
સરકારનું માનવું છે કે નવી નીતિનો હેતુ વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતાને સારી બનાવવા અને એકેડમિક પરફોર્મંસમાં સુધાર લાવવાનો છે. મંત્રાલયે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધાર કરવાના હેતુથી નો ડિટેન્શન પોલિસીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. આ નીતિ લાંબા સમયથી ચર્ચામાં હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા હેઠળ ક્લાસ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નિષ્ફળ થનારા વિદ્યાર્થીઓને ફેલ કરી દેવામાં આવશે.
BREAKING: કેન્દ્ર સરકારે RTE નિયમોમાં કર્યું સંશોધન; હવે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નહીં મળે 'કૃપા ગુણ'#BreakingNews #RTE #Gujarat #News pic.twitter.com/FyweGqrqG1
— Zee 24 Kalak (@Zee24Kalak) December 23, 2024
બે મહિનાની અંદર બીજીવાર પરીક્ષા આપવાની તક
નવી વ્યવસ્થા અનુસાર નિષ્ફળ વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર બીજીવાર પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો આ વિદ્યાર્થીઓ બીજીવાર નાપાસ થાય છે તો તેને આગામી વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે. પરંતુ સરકારે તે પણ સ્પષ્ટ કર્યું કે ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી બહાર કાઢવામાં આવશે નહીં.
આ માટે લેવાયો નિર્ણય
શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું કે આ નિર્ણય બાળકોના અભ્યાસનું પરિણામ સુધારવાના હેતુથી લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોની શીખવાની ક્ષમતામાં થઈ રહેલા ઘટાડાને રોકવા માટે આ પગલું જરૂરી સમજવામાં આવ્યું છે. મંત્રાલયે વિશેષ રૂપથી ધોરણ 5 અને ધોરણ 8 પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કારણ કે આ વર્ગો મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નવી નીતિ સાથે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે