શરદ પવાર પર CM ફડણવીસનો પલટવાર, વિરોધ પક્ષના નેતા પણ BJPથી આકર્ષિત
સીએમ ફડણવીસે કહ્યું કે, બીજેપી કોઇની પાછળ નથી ભાગતી. લોકો બીજેપીની પાછળ ભાગે છે. અમારી પાસે પીએમ મોદી જેવા દમદાર નેતા છે, અમારે કોઇની પાછળ ભાગવાની જરૂર નથી. જે લોકો પર ઇડીની તાપસ ચાલી રહી છે તેવા લોકોની બીજેપીને જરૂર નથી વિરોધ પક્ષના કેટાલય નેતા ભાજપ સાથે જોડાવાની ઇચ્છા રાખે છે. અમે નક્કી કરેલા નેતાઓને જ ભાજપમાં જોડીશ.
Trending Photos
મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર દ્વારા બીજેપી પર કરવામાં આવેલા પ્રહાર બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો છે. ફડણવીસે કહ્યું કે, શરદ પવારે અત્મચિંતન કરવાની જરૂર છે કે કેમ તેમની પાર્ટીના લોકો તેમને છોડીને જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે વિરોધ પક્ષના નેતાઓ ભાજપ તરફ આકર્ષિત કરી રહ્યા છે.
સીએમ ફડણવીસે કહ્યું કે, બીજેપી કોઇની પાછળ નથી ભાગતી. લોકો બીજેપીની પાછળ ભાગે છે. અમારી પાસે પીએમ મોદી જેવા દમદાર નેતા છે, અમારે કોઇની પાછળ ભાગવાની જરૂર નથી. જે લોકો પર ઇડીની તાપસ ચાલી રહી છે તેવા લોકોની બીજેપીને જરૂર નથી વિરોધ પક્ષના કેટાલય નેતા ભાજપ સાથે જોડાવાની ઇચ્છા રાખે છે. અમે નક્કી કરેલા નેતાઓને જ ભાજપમાં જોડીશ.
આઝમ ખાનના વિવાદિત નિવેદનને મળ્યું માંઝીનું સમર્થન, કહ્યું- 'માતા પુત્રને Kiss કરે તો સેક્સ કહેવાય?'
શરદ પવારે ભાજપ પર લગાવ્યા હતા ગંભીર આરોપ
આ પહેલા શરદ પવારે કહ્યું કે, રૂપિયાની તાકાતનો ઉપયોગ કેવી રીતે કરવો તે ભાજપે શીખવાડ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ પક્ષપલટો કરાવા માટે ઇડીનો ઉપયોગ કરી રહી છે. પૈસાના દમ પર સ્થિર સરકાર લાવવાનો અર્થ પાર્ટી વીથ ડિફરેન્સ છે. તેમના હાથમાં સત્તા છે એને મતલબ તે તેનો ઉપયોગ કરીને તેમના પક્ષમાં લોકોને જોડી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે બીજેપી દરેક રીતે સત્તાનો દૂરઉપયોગ કરી રહી છે.
જુઓ LIVE TV :
એનસીપીના નેતાઓનું બીજેપીમાં જવાના સવાલ પર શરદ પવારે કહ્યું કે, 1980માં જ્યારે હું વિપક્ષનો નવેતા હતો ત્યારે મારી પાસે 60 ધારાસભ્યો હતો, પરંતુ બાદમાં 6 ધારાસભ્યોનો નેતા બનીને રહી ગયો હતો. પરંતુ જે લોકો પાર્ટી છોડીને ગયા તે ફરીવાર ચૂંટણી જીતી શક્યા નથી, હું ફરી 60 ધારાસભ્યો સાથે જીત્યો હતો. આ બધી રાજનીતી હું કરી ચૂક્યો છું તેને જવાબ કેવી રીતે આપવો તે હું સારી રીતે જાણું છું. પવારે વધુમાં કહ્યું કે આગામી ચૂંટમીમાં યુવાનોને તક આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે