Opposition Leaders March: વિપક્ષની પદયાત્રા પર BJP નો પલટવાર, કહ્યું- તેમણે સંસદને સડક બનાવી દીધી
Opposition Leaders March: વિપક્ષના આરોપો પર હવે ભારતે વળતો હુમલો કર્યો છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, વિપક્ષના હંગામાએ સંસદને સડકમાં ફેરવી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાજ્યસભામાં કાલે થયેલા હંગામાને લઈને આજે વિપક્ષી દળોના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કરી. માર્ચમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર તાનાશાહી અને લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષના આ આરોપો પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે, વિપક્ષે સતત હંગામો કરી સંસદને સડક બનાવી દીધી.
દેશ અને લોકતંત્ર શર્મસાર થયુંઃ BJP
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ- જે પ્રકારનો વ્યવહાર આજે કોંગ્રેસ પાર્ટી અને કેટલીક અન્ય વિપક્ષી પાર્ટીઓએ રસ્તા પર ઉતરીને કર્યો છે. જે પ્રકાર અરાજકતા સંસદની અંદર વિપક્ષી પાર્ટીઓ અને ખાસ કરી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ દેખાડી છે, તેનાથી દેશ અને લોકતંત્ર શર્મસાર થયું છે. તેમણે કહ્યું- એક સુરક્ષાકર્મીને પણ ઈજા થઈ છે. તે પણ હોસ્પિટલમાં છે. આ તે વિપક્ષ છે જે કહી રહ્યાં હતા કે સંસદનું એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ, પરંતુ જ્યારે સત્ર ચાલી રહ્યું હતું, કોરોના પર એક દિવસ પણ ચર્ચા થવા દીધી નહીં.
It's unfortunate how Congress & other Opposition parties are protesting on road. Democracy has been shamed. I would say that not just VP Venkaiah Naidu cried but democracy also cried. Opposition ensured washout of the whole session, & this is height of anarchy: Sambit Patra, BJP pic.twitter.com/hBVaNXGv2y
— ANI (@ANI) August 12, 2021
દેશને બદનામ કરી રહ્યો છે વિપક્ષઃ સરકાર
વિપક્ષના પ્રદર્શનને લઈને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી અને કેટલાક વિપક્ષના લોકો તો શરૂઆતથી કહી રહ્યાં હતા કે અમે સંસદના સત્રને વોશઆઉટ કરવા માટે વોશિંગ મશીન લાવ્યા છીએ. તમે માત્ર સંસદને બદનામ કરી રહ્યાં નથી પરંતુ દેશને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છો.
આ પણ વાંચોઃ આ પણ વાંચો- COVID 19: દેશમાં ફરી વધ્યો કોરોનાનો ખતરો, નવા કેસની સંખ્યા ફરી 40 હજારને પાર
આ દેશના લોકતંત્રની હત્યાઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું- અમે સરકારને પેગાસસ પર ચર્ચા કરવાનું કહ્યુ પરંતુ સરકારે તેના પર ચર્ચા કરવાની ના પાડી દીધી. અમે સંસદની બહાર કિસાનોનો મુદ્દો ઉઠાવ્યો અને આજે અહીં તમારી (મીડિયા) સાથે વાત કરવા આવ્યા છીએ, કારણ કે અમને અંદર બોલવા દેવામાં આવ્યા નહીં. આ લોકતંત્રની હત્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે