Padma Awards 2021: કેશુભાઈ પટેલ, રામવિલાસ પાસવાન, તરુણ ગોગોઈને મરણોપરાંત પદ્મભૂષણ
રાષ્ટ્રપતિ ભવનમાં આજે વર્ષ 2021ના પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા.
Trending Photos
Padma Awards 2021: રાષ્ટ્રપતિ ભવનમાં આજે વર્ષ 2021ના પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા. જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને પદ્મવિભૂષણ સન્માન અપાયું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ મરણોપરાંત પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા. ગઈ કાલે વર્ષ 2020ના પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
7 હસ્તીઓને મળ્યો પદ્મવિભૂષણ પુરસ્કાર
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે, તામિલનાડુના ખ્યાતનામ ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત), ડો. બેલે મોનાપ્પા હેગડે (મેડિસિન, કર્ણાટક), શ્રી નરિન્દર સિંહ કાપની (મરણોપરાંત) સાયંન્સ એન્ડ એન્જિનિયરિંગ, યુએસએ, મૌલાના વાહિદુદ્દીન ખાન ( સ્પિરિચ્યુઅલિઝમ, દિલ્હી), બી બી લાલ (આર્કિયોલોજી, દિલ્હી), સુદર્શન સાહો (આર્ટ, ઓડિશા)ને પદ્મવિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
President Kovind presents Padma Bhushan to Shri Ram Vilas Paswan (Posthumous) for Public Affairs. A Dalit leader from Bihar, Shri Paswan won as many as nine Lok Sabha elections and served as a Cabinet Minister in various Ministries. pic.twitter.com/2FzVLcqxqn
— President of India (@rashtrapatibhvn) November 9, 2021
10 હસ્તીઓને અપાયા પદ્મભૂષણ
કેરળના ક્રિશ્નન નાયર શાંતાકુમારી ચિત્રા (આર્ટ), આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ, કર્ણાટકના ચંદ્રશેખર કંબરા (સાહિત્ય અને શિક્ષણ), સુમિત્રા મહાજન (પબ્લિક અફેર્સ, મધ્ય પ્રદેશ), નૃપેન્દ્ર મિશ્રા (સિવિલ સર્વિસ, ઉત્તર પ્રદેશ), પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન (મરણોપરાંત, બિહાર), ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ (મરણોપરાંત), રજનીકાંત દેવીદાસ શ્રોફ (ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી, મહારાષ્ટ્ર), તારલોચન સિંહ (પબ્લિક અફેર્સ, હરિયાણા) ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા.
President Kovind presents Padma Shri to Shri Dadudan Gadhavi (Kavi “Daad”) (Posthumous) for Literature and Education. He was a renowned Gujarati poet and folk singer. He has immensely contributed to Gujarati poetry through his work. pic.twitter.com/LlPGaf8TxX
— President of India (@rashtrapatibhvn) November 9, 2021
102 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર અપાયા
શ્રી ગુલફામ અહેમદ (આર્ટ, ઉત્તર પ્રદેશ), ગુલામ રસૂલ ખાન (આર્ટ, જમ્મુ અને કાશ્મીર), સંજીદા ખાતુન (આર્ટ, બાંગ્લાદેશ), રામચંદ્ર માંઝી (આર્ટ, બિહાર) સહિત 102 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર અપાયા.
President Kovind presents Padma Bhushan to Shri Keshubhai Patel (Posthumous) for Public Affairs. He was the two time former Chief Minister of Gujarat, and a Member of Parliament, Rajya Sabha and Lok Sabha. pic.twitter.com/IPz1GSef35
— President of India (@rashtrapatibhvn) November 9, 2021
ગુજરાતની આ હસ્તીઓને મળ્યા પદ્મ પુરસ્કાર
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ (મરણોપરાંત)ને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા. જ્યારે દાદુદાન ગઢવી (મરણોપરાંત, સાહિત્ય અને શિક્ષણ), મહેશ અને નરેશ કનોડિયા (મરણોપરાંત), ચંદ્રકાંત મહેતા (સાહિત્ય અને શિક્ષણ) ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે