Weather Forecast: ઠંડીમાંથી મળી રાહત પરંતુ હવે માવઠું કાઢશે બરાબરનું જોર, આવતી કાલથી આ વિસ્તારોમાં પડશે વરસાદ
છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં જે રીતે પલટો જોવા મળી રહ્યો છે તે ખરેખર ચિંતા ઉપજાવે તેવું છે. ઠંડીની સીઝનમાં ઠંડીની સાથે સાથે વરસાદનો પણ માહોલ સર્જાઈ રહ્યો છે. ગરમીની ઋતુમાં પણ વરસાદ આવી જાય. જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન. ખાસ કરીને ગુજરાતમાં શું રહેશે હવામાનની સ્થિતિ....
Trending Photos
ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાન હાલ સોહામણું છે. અહીં દિવસે સારો એવો તડકો અને વાતાવરણમાં ભેજ પણ જોવા મળી રહ્યો છે. જો કે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણ લોકોને કડકડતી ઠંડીથી રાહત મળી છે. તાપમાનમાં વધારાએ છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. પરંતુ એકવાર ફરીથી વાતાવરણમાં વાદળો જોવા મળી શકે છે અને વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ આજે 21 જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતમાં ન્યૂનતમ તામાન વધવાની આશા છે. હિમાલયના ઉપરી વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફ વર્ષા શક્ય છે. આ ઉપરાંત તમિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 22 જાન્યુઆરીથી વરસાદનો દોર શરૂ થવાની શક્યતા છે. 22 જાન્યુઆરીના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય પહોંચશે. જેના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
22 અને 23 જાન્યુઆરીએ થનારો વરસાદ બહુ ભારે નહીં હોય પરંતુ દિલ્હી, પશ્ચિમ હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં એક કે બે વખત ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદથી વિસ્તારમાં મહત્તમ તાપમાન થોડું ઘટવાની શક્યતા છે. જેાથી હાલમાં જોવા મળી રહેલી અસામાન્ય ગરમીથી રાહત મળી શકશે.
બીજી બાજુ IMDના જણાવ્યાં મુમજબ ઉત્તરી પાકિસ્તાન અને નીચલા ક્ષોભમંડળમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. પશ્ચિમી રાજસ્થાન પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટર ઉપર એક્ટિવ થવાનું છે. તેની અસરથી આજે, કાલે અને પરમદિવસે 21થી 23 જાન્યુઆરી સુધી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. ગાજવીજ સાથે બરફવર્ષા થઈ શકે છે. 23 અને 23 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની અને વરસાદ પડવાની શક્યતા છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન મન્નારની ખાડી અને તેની નજીક શ્રીલંકાની ઉપર મધ્ય ક્ષોભમંડળ સ્તર પર મજબૂત થઈ રહ્યુ છે. જેની અસરથી તમિલનાડુ તટ પર ઉત્તર-પૂર્વી વાયરા ફૂંકાઈ રહ્યા છે. 23 જાન્યુઆરી સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
વરસાદ બાદ ફરી સૂકું હવામાન
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ થયા બાદ વરસાદનો દોર પૂરો થઈ જશે. ત્યારબાદ 24 જાન્યુઆરી પછી વળી પાછી ઠંડી પડવાની શક્યતા છે. આ વરસાદ બાદ એક અઠવાડિયા સુધી હવામાન સૂકું રહે તેવી શક્યતા છે. જેનાથી ઉત્તરી મેદાની વિસ્તારોમાં ફરીથી સૂકું હવામાન જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે.
જો કે 22 અને 23 તારીખે થનારો વરસાદ એટલો નહીં હોય કે વિસ્તારમાં મોટા પાયે પાણીની જે અછતની સમસ્યા છે તે દૂર થઈ શકે પરંતુ તે સૂકા હવામાનને દૂર કરી ઉત્તર પશ્ચિમ ભારતના ખેડૂતો અને રહીશોને થોડી ઘણી રાહત આપશે. આગામી સપ્તાહ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ અને ત્યારબાદના સૂકા હવામાનની અસર રહેશે.
કેવું રહેશે ગુજરાતનું હવામાન
સોમવારે રાજ્ય હવામાન વિબીાગે જણાવ્યું કે રાજ્યમાં બે દિવસ સુધી તાપમાન માં કોઈ ફેરફાર નહીં. બે દિવસ બાદ 2-3 લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદ નું તાપમાન 17 ડિગ્રી ગાંધીનગર 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સોમવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી નોંધાયું. દક્ષિણ પૂર્વના પવનો ફુંકાવાથી તાપમાનમાં થયો વધારો. વેસ્ટર્ન ડિસ્ટ્બન્સૃની પણ અસર છે જેથી ઠંડી ઘટી છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વ થી પૂર્વની છે.
શું કહે છે અંબાલાલ પટેલ
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ઠંડીમાં બે દિવસ ઘટાડો થશે. 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના રહેલી છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે , 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર સ્વરૂપે પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગાહી મુજબ આગામી 27 થી 30 જાન્યુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા છે જેના કારણે રાજ્યમાં માવઠાની શક્યતા પણ રહેલી છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. અંબાલાલની આગાહી મુજબ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયું આવી શકે. એટલે કે વાદળા આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે