PhD એડમિશન માટે બદલાયો નિયમ : હવે એક પરીક્ષામાં થઈ જશે કામ
PhD Admission Rule Change : પીએચડીમાં એડમિશન માટે અત્યાર સુધી અલગ અલગ યુનિવર્સિટીઓ પરીક્ષા લેતી હતી, ત્યારે યુજીસીએ આ નિર્ણય બદલીને એડમિશન પ્રોસેસ સરળ બનાવી છે
Trending Photos
UGC big decision : Ph.Dમાં પ્રવેશ માટે UGCએ મોટો નિર્ણય કર્યો છે. હવેથી NET ક્વોલિફાય વિદ્યાર્થી Ph.Dમાં એડમિશન મેળવી શકાશે. જુદી-જુદી પરીક્ષાના બદલે હવે એક જ પરીક્ષા આપવી પડશે. 578 બેઠક બાદ કમિટીએ આપેલા સૂચનના પછી આ નિર્ણય લેવાયો છે. અગાઉ દરેક યુનિવર્સિટી Ph.D પ્રવેશ માટે પરીક્ષા લેતી હતી. ત્યારે હવેઅલગ અલગ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા નહિ આપવી પડે.
પીએચડીમા એડમિશન માટે હવે ઉમેદવારોને અલગ અલગ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા નહિ આપવી પડે. શૈક્ષણિક સત્ર 2024-25 થી નેટ સ્કોરના આધાર પર પીએચડીમાં એડમિશન મળશે. નેટ ક્વોલિફાઈડ જુન, 2024 થી હવે ત્રણ કેટેગરી માટે યોગ્ય ગણાશે. UGCએ આ નિર્ણય માટે કમિટીની નિમણૂંક કરી હતી. યુજીસીની કાઉન્સિલ બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત પીએચડીના એડમિશનના નવા નિયમને મંજૂરી આપવામા આવી છે.
ત્રણ કેટેગરીમાં લાભ
નવા નિયમ અંતર્ગત નેટ પર્સન્ટાઈલના આધાર પર ત્રણ કેટેગરીમાં લાભ મળશે. જે ઉમેદવારોને નેટ પર્સન્ટાઈલ વધારે હશે, તે કેટેગરી-1 માં રહેશે. તે જેઆરએફ, સહાયક પ્રોફેસરની સાથે પીએચડી એડમિશન તથા ફેલોશિપ માટે યોગ્ય ગણાશે. તેઓને પીએચડીમાં એડમિશન માટે ઈન્ટરવ્યૂ આપવાનો રહેશે, યુજીસી રેગ્યુલેશન 2022 ના આધાર પર થશે.
કેટેગરી-2 માં મધ્યમ પર્સન્ટાઈલવાળા સહાયક પ્રોફેસર અને પીએચડી એડમિશન માટે યોગ્ય ગણાશે. તેના બાદ સફળ પરંતુ સૌથી ઓછા પર્સન્ટાઈલ વાળા ઉમેદવાર કેટેગરી-3 મા હશે. તે માત્ર પીએચડી એડમિશન માટે યોગ્ય ગણાશે. પરિણામના પ્રમાણપત્રમાં ઉમેદવારની કેટેગરી આપવામા આવશે.
વેઈટેજ મળશે
પીએચડી એડમિશન માટે કેટેગરી-2 તેમજ કેટેગરી-3 ના ઉમેદવારોને નેટ પર્સન્ટાઈલને 70 ટકા વેઈટેજમાં મૂકવામાં આવશે. તો ઈન્ટરવ્યૂનું વેઈટેજ 30 ટકા રહેશે. આ બંને કેટેગરીમાં નેટ સ્કોર માત્ર એક વર્ષ માટે માન્ય રહેશે. જો આ સમયગાળામાં પીએચડી કાર્યક્રમમાં એડમિશન લઈ શક્તા નથી, તો તેનો લાભ નહિ મળે. ઉમેદવારને ફરીથી નેટ પાસ કરવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે