કોરોના પર મળ્યાં સૌથી સારા સમાચાર, આ સારવાર પદ્ધતિથી સાજા થઈ રહ્યાં છે Coronaના દર્દીઓ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના અનેક કેસ સામે આવી રહ્યાં છે તો તમે ભૂલેચૂકે એમ ન સમજતા કે દેશમાં કોરોના વાયરસની લડતમાં કઈ સારા સમાચાર મળતા જ નથી. આ વાયરસને રોકવા માટે આપણા દેશમાં પણ અનેક પ્રકારના પ્રયત્નો થઈ રહ્યાં છે. સૌથી સારી વાત એ છે કે આ નવા ઉપાયો કારગર પણ નીવડી રહ્યાં છે. જેમાં સૌથી લેટેસ્ટ છે પ્લાઝમા થેરેપી. આવો જાણીએ શું છે આ પ્લાઝમા થેરેપી...જેણે ચીની વાયરસ પર લગાવી છે જબરદસ્ત બ્રેક.
કોરોના પર મળ્યાં સૌથી સારા સમાચાર, આ સારવાર પદ્ધતિથી સાજા થઈ રહ્યાં છે Coronaના દર્દીઓ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંક્રમણના અનેક કેસ સામે આવી રહ્યાં છે તો તમે ભૂલેચૂકે એમ ન સમજતા કે દેશમાં કોરોના વાયરસની લડતમાં કઈ સારા સમાચાર મળતા જ નથી. આ વાયરસને રોકવા માટે આપણા દેશમાં પણ અનેક પ્રકારના પ્રયત્નો થઈ રહ્યાં છે. સૌથી સારી વાત એ છે કે આ નવા ઉપાયો કારગર પણ નીવડી રહ્યાં છે. જેમાં સૌથી લેટેસ્ટ છે પ્લાઝમા થેરેપી. આવો જાણીએ શું છે આ પ્લાઝમા થેરેપી...જેણે ચીની વાયરસ પર લગાવી છે જબરદસ્ત બ્રેક.

દિલ્હી અને કર્ણાટકમાં અનેક દર્દીઓ સાજા થયા
પ્લાઝમા થેરેપી સાંભળવામાં તમને નવું લાગે પણ આ સારવાર જૂના સારવાર પદ્ધતિઓમાંથી એક છે. આ થેરેપીથી દિલ્હી અને કર્ણાટકમાં અનેક  દર્દીઓ સાજા થયા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે દિલ્હી અને કર્ણાટકની કેટલીક હોસ્પિટલોમાં આ થેરેપીથી સારવારની મંજૂરી આપી છે. કોરોના વાયરસ સામે લડવામાં આ પદ્ધતિ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. 

શું છે પ્લાઝમા થેરેપી?
દિલ્હીના આઈએલબીએસ હોસ્પિટલના પ્રમુખ ડો. એસ કે સરીનનું કહેવું છે કે પ્લાઝમા થેરેપી હેઠળ સાજા થયેલા લોકોના પ્લાઝમાને દર્દીઓમાં ટ્રાન્સફ્યૂઝન કરવામાં આવે છે. થેરેપીમાં એન્ટીબોડીનો ઉપયોગ થાય છે. જે કોઈ વાયરસ કે બેક્ટેરિયા વિરુદ્ધ શરીરમાં બને છે. આ એન્ટીબોડી સાજા થયેલા દર્દીના શરીરમાંથી કાઢીને બીમાર વ્યક્તિના બોડીમાં નાખવામાં આવે છે. દર્દીના એન્ટીબોડીની અસર થતા વાયરસ નબળો પડવા માંડે છે. ત્યારબાદ દર્દીના સાજા થવાની શક્યતા વધી જાય છે. 

જુઓ LIVE TV

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ હાલમાં જ કોરોના વાયરસની સારવાર માટે પ્લાઝમા થેરેપીને મંજૂરી આપી છે. દેશના અનેક રાજ્યોમાં પણ સારવાર માટે હવે આ થેરેપીના ઉપયોગ પર સહમતિ બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news