સ્ટ્રીટ વેન્ડરો માટે મોદી સરકાર લાવી નવી યોજના, હવે મળશે 10 હજાર રૂપિયાની લોન
પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, એમએસએમઈની પરિષાભાને બદલવામાં આવી છે, હવે તેની પરિભાષાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. એમએસએમઈમાં આ સંશોધન 14 વર્ષ બાદ થયું છે. 20 હજાર કરોડ રૂપિયાના ગૌણ દેવાને મંજૂરી આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેબિનેટની સોમવારે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મજૂરોથી લઈને નાના ઉદ્યોગો માટે અનેક મોટા નિર્ણયો કરવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠકમાં કરવામાં આવેલા નિર્ણયો વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સ્ટ્રીટ વેન્ડર વાળાની યોજનાને એક નવું નામ આપવામાં આવ્યું છે. હવે આ યોજના પીએમ સ્વનિધિ યોજનાના નામથી ઓળખાશે, જે મુખ્ય રૂપથી સ્ટ્રીટ વેન્ડર માટે સમર્પિત હશે.
પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, એમએસએમઈની પરિષાભાને બદલવામાં આવી છે, હવે તેની પરિભાષાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. એમએસએમઈમાં આ સંશોધન 14 વર્ષ બાદ થયું છે. 20 હજાર કરોડ રૂપિયાના ગૌણ દેવાને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 50 હજાર કરોડના ઇક્વિટિ રોકાણને પણ મંજૂરી આપવામાં આવી છે.
એમએસએમઈના કારોબારની મર્યાદા 5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આજની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યા છે, તેનાથી રોજગાર વધારવામાં મદદ મળશે. 6 કરોડથી વધુ એમએસએમઈની મહત્વની ભૂમિકા છે. લોકો પોતાનું કામ સારી રીતે કરી શકે, તે માટે સરકારે મોટા નિર્ણય લીધા છે. એમએસએમઈને લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
એમએસએમઈ માટે 20 હજાર કરોડ રૂપિયાની લોન આપવાની જોગવાઈ છે. સલૂન, પાનની દુકાન અને મોચીને પણ આ યોજનાથી લાભ થશે. સરકાર વ્યવસાયને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. એમએસએમઈને લોન આપવા માટે 3 લાખ કરોડની યોજના છે. નાનો ધંધો કરતા લોકો માટે પણ લોનની યોજના બનાવી છે. રસ્તાઓ પર વ્યાપાર કરનારને 10 હજારની લોન મળશે.
જાવડેકરે કહ્યુ, મજબૂત અને મહત્વપૂર્ણ ભારતના નિર્માણમાં એમએસએમઈની મોટી ભૂમિકા છે. કોવિડને જોતા આ સેક્ટ માટે જાહેરાત થઈ છે. તેને તાત્કાલિક લાગૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જાવડેકરે કહ્યુ કે, એમએસએમઈની મર્યાદા 25 લાખથી વધારીને એક કરોડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે