કેદારનાથથી બદ્રીનાથ પહોંચ્યા પીએમ મોદી, કરી રહ્યા છે પૂજા
વડાપ્રધાન મોદી શનિવારે કેદરનાથ પહોંચ્યા હતા. અહીં કેદારનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ બપોર પછી તેઓ એક ગુફામાં ધ્યાન સાધના કરવા માટે ગયા હતા અને આખી રાત આ ગુફામાં રોકાઈને સાધના કરી હતી. કેદારનાથથી વડાપ્રધાન બદ્રીનાથ પહોંચ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારઘાટીમાં આવેલી ગરુડચટ્ટીની ગુફામાંથી ધ્યાન સાધના કરીને બહાર આવી ગયા છે. તેઓ અહીંથી ચાલતા પર્વત પરથી નીચે ઉતર્યા હતા અને સીધા જ કેદારનાથ ધામમાં પહોંચ્યા હતા. પીએમ મોદી અહીં કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. ત્યાર બાદ તેઓ સીધા બદ્રાનાથ જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી શનિવારે કેદરનાથ પહોંચ્યા હતા. અહીં કેદારનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ બપોર પછી તેઓ એક ગુફામાં ધ્યાન સાધના કરવા માટે ગયા હતા અને આખી રાત આ ગુફામાં રોકાઈને સાધના કરી હતી. અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 11,700 ફૂટ છે. પીએમ મોદી જે ગુફામાં ધ્યાન લગાવા બેસવાના છે તે કેદારનાથ મંદિર પરિસરથી લગભગ દોઢ-બે કિમીના અંતરે આવેલી છે. આ ધ્યાન ગુફાની ઊંચાઈ 12,250 ફૂટ છે.
10.10 AM : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પૂરી કરીને બદ્રીનાથ પહોંચી ચૂક્યા છે. તેઓ અહીં બદ્રાનાથ ધામમાં પણ વિશેષ પૂજા-અર્ચના કરવાના છે.
Prime Minister Narendra Modi after offering prayers at Badrinath Temple in Uttarakhand. pic.twitter.com/DO74PCfW2D
— ANI (@ANI) May 19, 2019
#WATCH PM Modi in Kedarnath, "I have had a special relationship with Kedarnath. After 2013 natural tragedy, we have made a master-plan for the re-development for Kedarnath." pic.twitter.com/s2jla0XnFW
— ANI (@ANI) May 19, 2019
9.00 AM : કેદનારનાથથી બદ્રીનાથ રવાના થતાં પહેલા પીએમ મોદી કેદારનાથના લોકોને મળ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે તેઓ દેશમાં ફરવા નિકળે અને દેશની વિવિધતા જૂઓ. ભારતના લોકો વિદેશમાં ફરવા જાય છે તેની સામે મને બિલકુલ વાંધો નથી, પરંતુ મારી તેમને વિનંતી છે કે તેમણે દેશના વિવિધ ભાગોની પણ મુલાકાત લેવી જોઈએ.
#WATCH Prime Minister Narendra Modi greets devotees at Kedarnath temple. pic.twitter.com/7ExtXokdw4
— ANI (@ANI) May 19, 2019
8.40 AM : હું ભગવાન પાસે ક્યારેય કશું માગતો નથી.
કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા અને ગુફામાંથી બહાર નિકળ્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વડાપ્રધાન બન્યા પછી ઉત્તરાખંડમાં સરકાર બની છે. અહીં ત્રણ-ચાર મહિના વિકાસકાર્યો ચલાવી શકાય છે. બાકીનો સમય તો બરફ રહે છે. આ ધરતી સાથે મારો એક વિશેષ સંબંધ રહ્યો છે. વિકાસ મારું મિશન છે, પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રવાસન. આસ્થા અને શ્રદ્ધા સૌથી મોટી બાબત છે. કપાટ ખુલતા પહેલા અસંખ્ય લોકોએ અહીં કામ કરવું પડે છે. સામાન્ય લોકોની સુવિધાનું ધ્યાન રાખવું પડે છે. હું ભગવાન પાસે ક્યારેય કશું પણ માગતો નથી. માગવાની પ્રવૃત્તિ સાથે હું સહમત નથી. પ્રભુએ આપણને માગવા નહીં પરંતુ આપવાને લાયક બનાવ્યા છે. આ સાથે જ બે દિવસના આરામની મંજૂરી માટે તેમણે ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.
કેદારનાથ પુનરૂત્થાનની જવાબદારી સંભાળ્યા પછી પીએમ મોદીએ જ કેદારનાથ ગુફાના પુનઃનિર્માણના આદેશ આપ્યા હતા. ગયા વર્ષે આ ગુફા બની ગયા પછી તેનું સંચાલન શરૂ થઈ ગયું હતું. આ વર્ષે મહારાષ્ટ્રના જય શાહ પછી પીએમ મોદી ગુફામાં રોકાનારા બીજા ભક્ત હતા. આ ગુફા કેદારનાથ મંદિરથી લગભગ બે કિમી. દૂર મંદાકિની નદીના બીજા છેડે આવેલી છે. પર્વતિય શૈલીમાં બનેલી આ ગુફામાં તમામ મુળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. પીએમ મોદીનો છેલ્લા બે વર્ષમાં આ ચોથો કેદારનાથ પ્રવાસ છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શનિવાર અને રવિવારે ઉત્તરાખંડ ખાતેના કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રાને મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ તેણે વડાપ્રધાન કાર્યાલયને યાદ પણ અપાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી 2019 માટે લાગુ થયેલી આદર્શ આચારસંહિતા હજુ પણ અમલમાં છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પીએમ મોદીની બે દિવસની ઉત્તરાખંડ યાત્રા પર ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે