PM મોદીએ જિનપિંગને ભેટમાં આપ્યાં એકદમ ઉત્કૃષ્ટ સિલ્કની શાલ, પેન્ટિંગ અને દીપ, ખાસિયતો જાણો

PM નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)એ ચેન્નાઈ (Chennai)માં વાતચીત બાદ બંને નેતાઓએ તાજ ફિશરમેન કોવ હોટલમાં કલાકૃતિઓ અને હેન્ડલૂમનું પ્રદર્શન નીહાળ્યું. આ દરમિયાન પીએમ મોદીએ શી જિનપિંગને અનેક ભેટ આપી. આ ભેટમાં શી જિનપિંગની તસવીરવાળી શાલ, નચિયારકોઈલ દીપ સામેલ છે. 

PM મોદીએ જિનપિંગને ભેટમાં આપ્યાં એકદમ ઉત્કૃષ્ટ સિલ્કની શાલ, પેન્ટિંગ અને દીપ, ખાસિયતો જાણો

ચેન્નાઈ (સંવાદદાતા- રવિન્દ્રકુમાર, સચિન અરોરા): PM નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)એ ચેન્નાઈ (Chennai)માં વાતચીત બાદ બંને નેતાઓએ તાજ ફિશરમેન કોવ હોટલમાં કલાકૃતિઓ અને હેન્ડલૂમનું પ્રદર્શન નીહાળ્યું. આ દરમિયાન પીએમ મોદીએ શી જિનપિંગને અનેક ભેટ આપી. આ ભેટમાં શી જિનપિંગની તસવીરવાળી શાલ, નચિયારકોઈલ દીપ સામેલ છે. 

પીએમ મોદી દ્વારા ભેટ કરવામાં આવેલી આ શાલની ખાસ વાત એ છે કે ચીની રાષ્ટ્રપતિની તસવીરવાળી આ શાલને હાથેથી બનાવવામાં આવી છે. કોઈમ્બતુર જિલ્લાના સિરુમુગિપુદ્દુરમાં શ્રી રામલિંગા સોદામબિગઈ હેન્ડલૂમ વણકર સહકારી સમિતિના વણકરો દ્વારા શીનું ચિત્ર શાલ પર કંડારવામાં આવ્યું છે. 

Image

આ ચિત્ર શુદ્ધ રેશમ અને સોનાની જરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. 240 હુક ઈલેક્ટોરનિક જેક્વાર્ડે ચિત્ર પેટર્નને ડિઝાઈન કરવામાં મદદ કરી છે. જેને માસ્ટર વણકરો દ્વારા ઉપયોગમાં લેવાતા થ્રેડ પેટર્ન બનાવવામાં આવ્યાં. આ ખુબ જ શાનદાર શાલને બનાવવામાં પાંચ દિવસ લાગ્યા છે. 

Image

નચિયારકોઈલ દીપ
પીએમ મોદીએ શી જિનપિંગને નચિયારકોઈલ દીપ પણ ભેટ કર્યો છે. આ દીપને નચિયારકોઈલ બ્રાન્ચનો અન્નમ દીપ (લેમ્પ) પણ કહેવામાં આવે છે. આ દીપને આઠ મશહૂર કલાકારોએ બનાવેલો છે. આ દીપ છ ફૂટ ઊંચો છે અને 108 કિગ્રા વજનનો છે. પીત્તળથી બનેલા આ દીપ પર સોનાની પતરું મઢેલો છે. તેને બનાવવામાં 12 દિવસ લાગ્યાં છે.

જુઓ LIVE TV 

તંજાવુર પેઈન્ટિંગ-ડાન્સિંગ સરસ્વતી
પીએમ મોદીએ તેજાવુર પેઈન્ટિંગની ડાન્સિંગ સરસ્વતી પણ ભેટ કરી છે. તામિલનાડુના તંજાવુર શહેરમાં લાકડી પર થતા આ પેઈન્ટિંગની કળા ખુબ જૂની છે અને તેને તંજાવુર શહેરના નામથી જ ઓળખવામાં આવે છે. પીએમ મોદીએ જે પેઈન્ટિંગ ગીફ્ટ કરી છે તે ત્રણ ફૂટ ઊંચી, ચાર ફૂટ પહોળી અને 40 કિગ્રા વજનની છે. તેને તૈયાર કરવામાં 45 દિવસ લાગ્યા હતાં. પીએમ મોદીએ અન્ય એક પેઈન્ટિંગ પણ શી જિનપિંગને ભેટમાં આપી છે જેના પર શીની તસવીર બનેલી છે. 

Image

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news