આ વખતે અમેરિકામાં ઈતિહાસ બનાવશે પ્રધાનમંત્રી મોદી, 22 જૂને બની જશે અનોખો રેકોર્ડ
pm modi us visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા દરમિયાન 22 જૂને અમેરિકી સંસદના એક સંયુક્ત સત્રને સંબોધિત કરશે. ભારતના ભવિષ્ય વિશે પોતાના વિચાર શેર કરશે અને બંને દેશો દ્વારા સામનો કરવામાં આવેલા વૈશ્વિક પડકાર પર પણ બોલશે. પીએમ મોદીનું બીજુ સંબોધન ઐતિહાસિક હશે. બે વખત આમ કરનારા પ્રથમ ભારતીય પીએમ હશે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી યાત્રા દરમિયાન 22 જૂને અમેરિકી સંસદના એક સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આ બીજીવાર હશે, જ્યારે મોદી અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. બીજીવાર આમ કરનાર તે પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. પીએમ મોદીએ જૂન 2016માં અમેરિકાની પોતાની યાત્રા દરમિયાન અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરી હતી. સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટે મળેલા નિમંત્રણ પર પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યુ કે હું આ નિમંત્રણનો સ્વીકાર કરી સન્માનિત અનુભવી રહ્યો છું.
અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં પીએમ મોદીનું બીજુ સંબોધન ઐતિહાસિક છે. બે વખત આમ કરનાર તે પ્રથમ ભારતીય પીએમ હશે. ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ બાદ બીજા સ્થાન પર છે, જેણે ત્યાં ત્રણ વખત સંબોધન કર્યું છે. બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, વિશ્વના તે કેટલાક નેતાઓમાં સામેલ છે, જેમને બે વખત અમેરિકી સંસદને સંબોધિત કરવાનું સન્માન પ્રાપ્ત થયું છે.
પીએમ મોદી સાત વર્ષ પહેલા, અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરનાર દેશના પાંચમાં ભારતીય પ્રધાનમંત્રી હતા. તેમની પહેલા તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે 19 જુલાઈ 2005ના, અટલ બિહારી પાજયેવી (14 સપ્ટેમ્બર 2020), પીવી નરસિમ્હા રાવ (18 મે 1994) અને રાજીવ ગાંધીએ 13 જુલાઈ 1985ના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા હતા. હવે બે વખત આમ કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે.
અમેરિકી સંસદના સર્વોચ્ચ નેતાઓએ એક નિવેદનમાં કહ્યુ કે અમેરિકી પ્રતિનિધિ સભા અને સીનેટના નેતૃત્વ તરફથી પ્રધાનમંત્રી મોદીને 22 જૂને કોંગ્રેસ (સંસદ) ની એક સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવા અમારા માટે સન્માનની વાત છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન, પ્રધાનમંત્રી મદીની અમેરિકાની રાજકીય યાત્રા પર તેમની યજમાની કરશે, જેમાં 22 જૂને એક રાજકીય રાત્રિભોજ પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે