સંસદકાંડ પર PM મોદીનું નિવેદન, કહ્યું- 'આ ઘટના ચિંતાજનક, ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, રાજનીતિ ન કરો'

સંસદની સુરક્ષામાં થયેલી ચૂકે આખા દેશને હચમચાવી નાખ્યો છે. તેની તપાસ દિલ્હી પોલીસ ઝડપથી કરી રહી છે. રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. બીજી બાજુ વિપક્ષે પણ આ મુદ્દે રાજકીય રોટલા સેકવાના શરૂ કરી દીધા છે. વિપક્ષે સંસદના બંને સદનોમાં ગૃહમંત્રી પાસે જવાબ આપવાની માંગણી કરી છે. તેને મોંઘવારી અને બેરોજગારી સાથે જોડી દીધા છે. આ બધા વચ્ચે સંસદ કાંડ પર પીએમ મોદીનું પણ નિવેદન સામે આવ્યું છે.

સંસદકાંડ પર PM મોદીનું નિવેદન, કહ્યું- 'આ ઘટના ચિંતાજનક, ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, રાજનીતિ ન કરો'

 

PM Modi On Parliament Security Breach: સંસદની સુરક્ષામાં થયેલી ચૂકે આખા દેશને હચમચાવી નાખ્યો છે. તેની તપાસ દિલ્હી પોલીસ ઝડપથી કરી રહી છે. રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. બીજી બાજુ વિપક્ષે પણ આ મુદ્દે રાજકીય રોટલા સેકવાના શરૂ કરી દીધા છે. વિપક્ષે સંસદના બંને સદનોમાં ગૃહમંત્રી પાસે જવાબ આપવાની માંગણી કરી છે. તેને મોંઘવારી અને બેરોજગારી સાથે જોડી દીધા છે. આ બધા વચ્ચે સંસદ કાંડ પર પીએમ મોદીનું પણ નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે સંસદની સુરક્ષામાં ચૂક ચિંતાજનક છે. તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આ ઘટના પર રાજનીતિ થવી જોઈએ નહીં. 

સંસદમાં ચૂકનો અસલ કિરદાર કોણ
અત્રે જણાવવાનું કે સંસદની સુરક્ષામાં ગાબડું પાડનારની શોધ ચાલુ છે. આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ કહેવાતા લલિત મોહન ઝા બાદ પોલીસના રડાર પર વધુ એક આરોપી નીલમ આઝાદ છે. પોલીસ નીલમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. જેથી કરીને ષડયંત્રના અન્ય અસલ પાત્રો સુધી પહોંચી શકાય. સંસદ કાંડની તપાસમાં જે પણ કઈ સામે આવી રહ્યું છે તે ખુબ જ ઘાતક જોવા મળી રહ્યું છે. તેના પગલે તપાસ એજન્સી એવા સૂત્રની શોધ કરી રહી છે જેના તાર અન્ય દેશોમા છૂપાઈને બેઠેલા ભારત વિરોધી એજન્ડા ચલાવતા કે પછી આતંકીઓ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. 

ષડયંત્રના 5 ભાગ
હકીકતમાં સંસદની સુરક્ષામાં ગાબડું પાડનારાઓએ ષડયંત્ર પણ કઈક એ પ્રકારે રચ્યું હતું કે જ તેઓ સંપૂર્ણ રીતે સફળ થાત તો દેશની સિક્યુરિટી સિસ્ટમ માટે વિસ્ફોટક સાબિત થઈ શકે તેમ હતું. પૂછપરછમાં જાણવા મળ્યું છે તે મુજબ સંસદની સુરક્ષામાં ગાબડું પાડવાના 5 ભાગ હતા. ત્રણને અમલમાં મૂકવામાં સફળતા મળી ગઈ પરંતુ ષડયંત્રના બે ભાગને કાં તો આરોપીઓ ચૂકી ગયા કે પછી તેમના પર અમલ કરતા ડરી ગયા. 

- આરોપીઓના ષડયંત્રમાં સંસદની સિક્યુરિટી સિસ્ટમને ચકમો આપવો એ પહેલા નંબરે હતો. તેમાં તો તેમને સફળતા મળી ગઈ. બે આરોપી મનોરંજન અને સાગર શર્મા જૂતામાં સ્મોક કેન છૂપાવીને સંસદની અંદર પહોંચી ગયા. 

- સંસદની અંદર ઘૂસીને સ્મોક ક્રેકરનો ઉપયોગ કરવાનું તેમના ષડયંત્રનો સૌથી મહત્વનો ભાગ હતો. જેમાં તેઓ બંને સફળ રહ્યા. બંનેએ વિઝિટર ગેલેરીથી કૂદીને સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી અને ત્યાં રંગની ધૂમાડો પણ છોડ્યો. ત્યારબાદ થોડા સમય સુધી સંસદની અંદર બેચેની અને ગભરાહટની સ્થિતિ રહી. 

- ષડયંત્ર રચનારાઓમાં બે આરોપીઓને સંસદની બહાર નારેબાજી  કરવાની જવાબદારી સોંપાઈ હતી. બંનેએ સંસદની બહાર સ્મોક  ક્રેકર પણ છોડ્યું. હકીકતમાંઆમ કરીને સરકાર પર દબાણ બનાવવાનું ષડયંત્ર હતું. 

- પરંતુ હવે જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ ષડયંત્રનો ચોથો ભાગ ખુબ ખતરનાક હતો. આરોપીઓએ ફાયરપ્રુફ GEL લગાવીને સંસદમાં આત્મદાહનું પ્લાનિંગ કરી રાખ્યું હતું. પરંતુ GEL ની ઓનલાઈન પેમેન્ટ ન થવાના કારણે આ પ્લાન છોડવો પડ્યો હતો. 

- આરોપીઓની દાનત સદનમાં પરચી ફેંકવાની પણ હતી જેથી કરીને આમ કરીને તેઓ દેશની સામે પોતાને ષડયંત્રકારીની જગ્યાએ ક્રાંતિકારી રજૂ કરી શકે. પરંતુ તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા. 

લોકસભા સ્પીકરને સાંસદોનો પત્ર
ષડયંત્રની તપાસ માટે પોલીસને વધુ એક આરોપી મહેશ કુમાવતના પણ રિમાન્ડ મળી ગયા છે. કોર્ટમાં આરોપીએ પોલીસને જણાવ્યું કે મહેશ આરોપીઓના મોબાઈલ ફોન નષ્ટ કરવામાં સામેલ હતો અને દેશમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યો હતો. દિલ્હી પોલીસ ઉપરાંત સંસદમાં સેંધમારીની સંસદીય તપાસ પણ શરૂ થઈ ગઈ છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને પત્ર લખીને તેની જાણકારી આપી છે. પરંતુ તેમણે 13 ડિસેમ્બરની ઘટનાને 13 સાંસદોના સસ્પેન્શન સાથે જોડીન જોવાનું કહ્યું છે. 

રાજકારણ ગરમાયું
એક બાજુ તપાસ ચાલુ છે ત્યાં બીજી બાજુ રાજકારણ ગરમાયેલું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તો આરોપીઓના ષડયંત્રને બેરોજગારી અને મોંઘવારી સાથે જોડી દીધુ છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ ભડકી ગયું છે. પાર્ટીના ષડયંત્ર પાછળ બેરોજગારીવાળી દલીલ પર પલટવાર કર્યો છે. પોલીસ અને સંસદની હાઈ પાવર્ડ કમિટીની તપાસ બાદ સંસદ કાંડના રહસ્ય પરથી પડદો ઉઠે તેવી આશા છે. તે પહેલા હાલ તો તમામ આરોપીઓના મોઢે થઈ રહેલા ખુલાસાઓ પર દેશની નજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news