Justice N V Ramana દેશના નવા CJI બનશે, 24મી એપ્રિલે લેશે શપથ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી છે. હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ 23 એપ્રિલના રોજ રિટાયર થાય છે. જસ્ટિસ એનવી રમન્ના 24મી એપ્રિલથી કાર્યભાર સંભાળશે. તેઓ ચીફ જસ્ટિસ તરીકે એક વર્ષ અને ચાર મહિના કાર્યરત રહેશે. 

Justice N V Ramana દેશના નવા CJI બનશે, 24મી એપ્રિલે લેશે શપથ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી છે. હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ 23 એપ્રિલના રોજ રિટાયર થાય છે. જસ્ટિસ એનવી રમન્ના 24મી એપ્રિલથી કાર્યભાર સંભાળશે. તેઓ ચીફ જસ્ટિસ તરીકે એક વર્ષ અને ચાર મહિના કાર્યરત રહેશે. 

કોણ છે જસ્ટિસ એન વી રમન્ના
જસ્ટિસ એનવી રમન્નાનો જન્મ 27 ઓગસ્ટ 1957ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું આખું નામ નથાલપતિ વેન્કટ રમન્ના છે. હાલ તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ છે. રમન્નાએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં વર્ષ 2000 સુધી પ્રેક્ટિસ કરી. ત્યારબાદ 2013માં તેઓએ દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસનું પદ સંભાળ્યું હતું. તેના 3 મહિનાની અંદર જ તેમને સુપ્રીમ કોર્ટમાં પોસ્ટિંગ અપાઈ. રમન્નાનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આગામી સીજેઆઈના પદ પર તેઓ 16 મહિના રહી શકશે.  જસ્ટિસ રમન્ના સુપ્રીમ કોર્ટના સીનિયર જજોમાં સીજેઆઈ એસ એ બોબડે બાદ બીજા નંબરે આવે છે. આવામાં આગામી સીજેઆઈ તરીકે તેઓની નિયુક્તિ નક્કી મનાઈ રહી હતી. 

CJI SA Bobde is due to retire on April 23rd. pic.twitter.com/60LucNp3yH

— ANI (@ANI) April 6, 2021

23 એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે ચીફ જસ્ટિસ બોબડે
અત્રે જણાવવાનું કે આગામી મહિને 23 એપ્રિલના રોજ ચીફ જસ્ટિસ બોબડે રિટાયર થઈ રહ્યા છે. નાગપુરમાં જન્મેલા બોબડેએ 18 નવેમ્બર 2019ના રોજ 63 વર્ષની ઉંમરમાં દેશના 47માં સીજેઆઈ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news