PM મોદીએ સર્વપક્ષીય બેઠક બાદ નેતાઓનો આભાર માન્યો, કહ્યું-અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાના વિષય પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ પાર્ટીઓના અધ્યક્ષો સાથે તેમની બેઠક સારી રહી.

PM મોદીએ સર્વપક્ષીય બેઠક બાદ નેતાઓનો આભાર માન્યો, કહ્યું-અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હી: દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાના વિષય પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ પાર્ટીઓના અધ્યક્ષો સાથે તેમની બેઠક સારી રહી. વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં  કહ્યું કે, "રાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. મેં અનેક નેતાઓને તેમની સલાહ માટે આભાર માન્યો."

બેઠક બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેની જાણકારી આપી. સિંહે કહ્યું કે મોટાભાગના પક્ષોએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દે પોતાનું સમર્થન આપ્યું. સીપીઆઈએમ અને સીપીઆઈએ પોતાના અલગ મત રજુ કર્યાં પરંતુ તેમના આ વિચારનો વિરોધ કોઈએ કર્યો નહીં. રાજનાથ સિંહે કહ્યું  કે "અમે 40 પાર્ટીઓને સર્વપક્ષીય બેઠકમાં બોલાવી હતું પરંતુ તેમાંથી 21 પાર્ટીઓના અધ્યક્ષોએ બેઠકમાં ભાગ લીધો અને અન્ય 3 પાર્ટીઓએ લેખિતમાં પોતાના મત રજુ કર્યાં."

વડાપ્રધાને આ  મુદ્દે સર્વસંમત્તિ બનાવવા માટે તમામ રાજકીય પક્ષોના પ્રમુખોની એક બેઠક બોલાવી હતી જેમાં 40 પક્ષોને આમંત્રિત કરાયા હતાં. પરંતુ 21 પાર્ટીઓ જ આ બેઠકમાં સામેલ થઈ જ્યારે 3 પક્ષોએ લેખિતમાં પોતાના વિચારો રજુ કર્યાં. 

જુઓ LIVE TV

આ પાર્ટીઓ બેઠકમાં સામેલ ન થઈ
બેઠકમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, તેલુગુ દેશમ પાર્ટી, અને રાષ્ટ્રીય જનતા દળ સામેલ થયા નહતાં. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના મુદ્દે ભાજપ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંદીને બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ તેઓ ખેદ વ્યક્ત કરીને આ બેઠકમાં સામેલ થયા નહીં. ગોગોઈએ કહ્યું કે એક રાષ્ટ્ર, એક ચૂંટણી બંધારણ સાથે જોડાયેલો વિષય છે. જો સરકાર ઈચ્છે તો ચૂંટણી  સુધારને લઈને સંસદમાં ચર્ચા કરાવી શકે છે. કોંગ્રેસ ભૂતકાળમાં પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિચારનો વિરોધ કરતી આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news