પ્રિયંકા ગાંધીનો બંગલો ભાજપના આ દિગ્ગજ નેતાને મળશે, જાણો તેમના વિશે
Trending Photos
નવી દિલ્હી: લૂટિયન્સ ઝોનમાં આવેલા જે બંગલામાં પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) રહેતા હતાં તે સરકારી બંગલાને સરકારે ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ અને રાજ્યસભા સાંસદ અનિલ બલૂની (anil baluni) ને ફાળવી દીધો છે. કેન્દ્રિય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયના એક અધિકારીએ આ જાણકારી રવિવારે આપી. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી હાલ આ બંગલામાં રહે છે જો કે તેમને બંગલો ખાલી કરવાની નોટિસ આપી દેવાઈ છે.
મંત્રાલયે ગત એક જુલાઈએ પ્રિયંકા ગાંધીને બંગલો ખાલી કરવા માટે નોટિસ આપતા કહ્યું હતું કે એસપીજી સુરક્ષા પાછી ખેંચાયા બાદ તેઓ આવાસીય સુવિધા મેળવવા માટે હકદાર નથી. સરકારે કોંગ્રેસના મહાસસિવને એક ઓગસ્ટ સુધીમાં હાલનો સરકારી બંગલો '35 લોધી એસ્ટેટ' ખાલી કરવા માટે કહ્યું છે.
અધિકારીએ કહ્યું કે અનિલ બલૂનીની ભલામણ પર તેમને પ્રિયંકા ગાંધીનો બંગલો ફાળવવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા બંગલો ખાલી કરશે ત્યારબાદ તેમને (બલૂની) આ અધિકાર મળી જશે. સૂત્રોએ જણાવ્યું કે બલૂનીએ સ્વાસ્થ્યના આધાર પર ઘર બદલવા માટે જણાવ્યું હતું. થોડા સમય પહેલા જ તેમની કેન્સરની સારવાર થઈ હતી.
તેમણે જણાવ્યું કે હાલ તો જો કે તેઓ સાજા થઈ ગયા છે પરંતુ કેટલીક સાવધાની વર્તવાની સલાહ અપાઈ છે. સરકારે ગત વર્ષ નવેમ્બરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી ખેંચી હતી અને તેમને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપી હતી.
જુઓ LIVE TV
મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બંગલો પ્રિયંકા ગાંધીને 21 ફેબ્રુઆરી 1997ના રોજ ફાળવવામાં આવ્યો હતો. કારણ કે તે સમયે તેમને એસપીજી સુરક્ષા મળેલી હતી. અધિકારીના જણાવ્યાં મુજબ ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષામાં આ પ્રકારની સુવિધાની જોગવાઈ નથી અને આવામાં તેમણે આ બંગલો ખાલી કરવો પડશે.
(ઈનપુટ-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે