‘ભારતની રણભૂમિ માટે તૈયારી’ ચાઈનીઝ એપ્પનો પ્રતિબંધ ચીનને લાંબા ગાળે અસર કરશે

ભારતે ઉત્પાદન માટે વ્યવસ્થા ગોઠવવાની આવશ્યકતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આપણુ ધ્યાન ‘મેડ ઈન ઈન્ડીયા’ ઉપર નહી હોવુ જોઈએ કારણ કે ચીનની કંપની અહીંયાં પ્લાન્ટ સ્થાપીને ઉત્પાદન કરી શકે છે, પરંતુ ‘મેક ઈન ઈન્ડીયા’માં ભારતે ઉત્પાદન કરવાનુ જરૂરી બની રહે છે.

‘ભારતની રણભૂમિ માટે તૈયારી’ ચાઈનીઝ એપ્પનો પ્રતિબંધ ચીનને લાંબા ગાળે અસર કરશે

અમદાવાદ: “ભારત સરકારે 59 એપ્પ પર પ્રતિબંધ મુકીને અન્ય દેશોને ઉદાહરણ પૂરી પાડ્યુ છે, તેનાથી ચીનને લાંબા ગાળે માઠી અસર થશે ” તેમ મેજર (નિવૃત્ત) ગૌરવ આર્યએ Yi (યંગ ઈન્ડીયન્સ) સાથેના વાર્તાલાપમાં જણાવ્યું હતું. “ભારતની રણભૂમી માટેની તૈયારી” (‘Preparedness of India for the Battlefield’) વિષયે Yi નાં આ વાર્તાલાપનુ તેના અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ચેપ્ટરે સંયુક્તપણે આયોજન કર્યું હતું. 

મેજર આર્યએ વધુમાં જણાવ્યું હતું કે “ચીનની થોડીક એપ્પ પર પ્રતિબંધ મુકવી તે કોઈ મોટો નિર્ણય નથી.તેનાછી ચીનને થોડાક મિલિયન ડોલરની ખોટ જશે, પણ ચીન તે ખોટ આસાનીથી સહન કરી શકશે. ભારતે ચીનની ટિકટોક અને અન્ય એપ્પ પર પ્રતિબંધ મુકવાની જે હિંમત કરી તેનાથી ચીનની પ્રતિષ્ઠાને ચોકકસપણે હાનિ પહોંચી છે. કાલે અમેરિકા અને યુરોપનો કોઈ દેશ ચીનની એપ્પ ઉપર પ્રતિબંધ મુકવા ઈચ્છતો હશે તો તે કહી શકશે કે ભારતે પણ આવું  કરી બતાવ્યુ છે. આ પ્રતિબંધ ચીનને ચોકકસપણે લાંબાગાળે નુકશાનકારક બની શકે છે.”

મેજર આર્યએ વધુમાં એમ પણ જણાવ્યું હતું “ ચીને જે રીતે કોવિડ-19નો ડેટા અને છુપાવ્યો અને તેની સાથે ચેડાં કર્યાં તેના કારણે કેટલાક દેશોમાં ચીન સામે હાલમાં ભારે ગુસ્સો અને વિરોધ તો શરૂ થઈ ગયો જ છે. ”તેમણે જણાવ્યું હતું કે “ ચીન ઘણા દેશો સાથે વિવાદમાં ઉતરેલુ છે, જેમાં ભારત સાથે સરહદના મુદ્દે, તાઈવાન સાથે ભોગોલિક-રાજકીય વિવાદ અથવા તો હોંગકોંગનો નવો નેશનલ સિક્યોરિટી એકટ, વગેરે વિવિધ સ્થાનિક સમસ્યાઓનાં પરિણામ છે. ”

મેજર આર્યએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના લદાખની મુલાકાતના તથા લશ્કરી દળો સાથે વાર્તાલાપના નિર્ણયની પ્રશંસા કરી હતી. આમ છતાં, તેમણે જણાવ્યું હતું કે આ મુલાકાતથી ચીનને મજબૂત સંદેશો ગયો છે અને ચીનનાં લશ્કરી દળો હવે કહેવા લાગશે કે શા માટે પ્રેસિડેન્ટ જીનપીંગ આપણી મુલાકાત લેતા નથી. 

ચીનના માલસામાનના પ્રતિબંધ વિષયે વાત કરતાં મેજર આર્યએ જણાવ્યુ હતું કે  ભારતે ઉત્પાદન માટે વ્યવસ્થા ગોઠવવાની આવશ્યકતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આપણુ ધ્યાન ‘મેડ ઈન ઈન્ડીયા’ ઉપર નહી હોવુ જોઈએ કારણ કે ચીનની કંપની અહીંયાં પ્લાન્ટ સ્થાપીને ઉત્પાદન કરી શકે છે, પરંતુ ‘મેક ઈન ઈન્ડીયા’માં ભારતે ઉત્પાદન કરવાનુ જરૂરી બની રહે છે. આપણે ઉત્પાદનને વેગ નહી આપી શકીએ તો તે આપણા માટે દુખ:દ બાબત બની શકે છે.” 

ભારતે સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનને વેગ આપવાની આવશ્યકતા છે. ભારતમાં આ ક્ષેત્રે ઉત્પાદન હાલમાં દોઢથી ત્રણ ટકા જેટલુ છે તે “સંરક્ષણ ક્ષેત્રે થતુ 60 થી 70 ટકા જેટલુ ખર્ચ વેતન અને પેન્શન ચૂકવવામાં જાય છે, બાકીનાં નાણાંથી ઝાઝુ કામ થઈ શકે તેમ નથી. ભારતે ઘણા લાંબા સમય સુધી સંરક્ષણ માટેજીડીપીના 3 ટકા જેટલુ ખર્ચ કરવુ જરૂર છે. મને કહેવા દો કે જો દેશ સલામત હશે તેજ બિઝનેસ ક્ષેત્રે સમૃધ્ધિ જોવા મળી શકે છે.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news