અંતરિક્ષમાં ઇસરોની વધુ એક છલાંગ, શ્રીહરિકોટાથી PSLV C49નું સફળ લોન્ચિંગ
હવામાનમાં ખરાબીને કારણે PSLV C 49 ના લોન્ચિંગમાં થોડી મિનિટોનો વિલંબ થયો હતો.
Trending Photos
શ્રીહરિકોટાઃ ભારતીય ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ શ્રીહરિકોટાથી 10 સેટેલાઇટને એક સાથે લોન્ચ કરી છે. આ ઉપગ્રહોને લઈને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) બપોરે 3 કલાક અને 12 મિનિટ પર સતીષ ધવન સ્પેસ સેન્ટરથી રવાના થયા. આ 10 ઉપગ્રહોમાંથી 9 કોમર્શિયલ સેટેલાઇટ છે.
WATCH ISRO launches EOS01 and 9 customer satellites from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/2ifOeAYIpx
— ANI (@ANI) November 7, 2020
મહત્વનું છે કે હવામાનની ખરાબીને કારણે PSLV C 49 ના લોન્ચિંગમાં થોડી મિનિટોનો વિલંબ થયો હતો. PSLV C 49નું લોન્ચિંગ 3 કલાક અને બે મિનિટ પર નક્કી હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે 10 મિનિટ ટાળવું પડ્યું હતું. PSLV C 49નું લોન્ચિંગ 3 કલાક અને 12 મિનિટે થયું હતું.
ઇસરોએ કહ્યું કે, લોન્ચિંગ બાદ EOS 01 ચોથા તબક્કામાં પીએસએલવીથી સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે અને પોતાની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે.
ત્યારબાદ 9 બીજી કસ્ટમર સેટેલાઇટ પણ પીએસએલ સી 49થી એક એક કરી સફળતાપૂર્વક અલગ થઈ ગઈ અને પોતાની નિર્ધારિત કક્ષાઓમાં સ્થાપિત થઈ ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે