પંજાબમાં આ તારીખથી મળશે 300 યુનિટ વિજળી મફત, જાણો વિગતો

પંજાબમાં ભગવંત માન સરકારને સત્તામાં આવ્યે એક મહિનો પૂરો થઈ ગયો છે. આ અવસરે પ્રદેશની સરકારે સામાન્ય જનતાને રાહત આપતી મોટી જાહેરાત કરી છે.

પંજાબમાં આ તારીખથી મળશે 300 યુનિટ વિજળી મફત, જાણો વિગતો

નવી દિલ્હી: પંજાબમાં ભગવંત માન સરકારને સત્તામાં આવ્યે એક મહિનો પૂરો થઈ ગયો છે. આ અવસરે પ્રદેશની સરકારે સામાન્ય જનતાને રાહત આપતી મોટી જાહેરાત કરી છે. એક જુલાઈથી રાજ્યમાં દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વિજળી આપવાની જાહેરાત કરી છે. પ્રદેશ સરકારે પોતાના 30 દિવસના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ પણ  બહાર પાડ્યું. 

— ANI (@ANI) April 16, 2022

અત્રે જણાવવાનું કે હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં કેજરીવાલની પહેલી ગેરંટી હેઠળ 300 યુનિટ મફત વિજળી કેવી રીતે આપવામાં આવશે તે મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી. આ મુલાકાત બાદ ભગવંત માને કહ્યું હતું કે બહુ જલદી પંજાબના લોકોને એક સારા સમાચાર આપીશ. 

જો કે પંજાબમાં આપની સરકાર બન્યા બાદથી વિપક્ષી દળો સતત આરોપ લગાવતા રહ્યા છે કે માન સરકારને દિલ્હીથી નિયંત્રિત કરાઈ રહી છે. કોંગ્રેસ સતત દાવો કરી રહી છે કે કેજરીવાલ પંજાબની સરકારને નિયંત્રિત કરી રહ્યા છે અને આ કારણે સરકાર સ્વતંત્ર રીતે કામ કરી શકતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news