રાહુલ ગાંધીએ સંસદમાં સરકારને પડકાર ફેંક્યો : લખીને લઈ લો, ગુજરાતમાં તમને હરાવીશું

Rahul Gandhi In Parliament : સંસદમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો નોટબંધી, મણીપુર હિંસાનો મુદ્દો.. તો અગ્નિવીર મુદ્દે રાહુલ ગાંધી-રાજનાથમાં વાર-પલટવાર... રાહુલે પડકાર આપતા કહ્યું, આગામી ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવીશું.

રાહુલ ગાંધીએ સંસદમાં સરકારને પડકાર ફેંક્યો : લખીને લઈ લો, ગુજરાતમાં તમને હરાવીશું

Delhi News : સંસદના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભઆના બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. નીટનો મુદ્દો ઉઠાવવાની સાથે રાહુ ગાંધીએ સંસદમાં પડકાર ફેંક્યો કે, લખીને લઈ લો, આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું. 

ગુજરાતમાં તમને હરાવીશું
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઈન્કમ ટેક્સ, ઈડી, મીડિયમ અને સ્મોલ સ્કેલ બિઝનેસ આજે નાબૂદ થઈ રહ્યાં છે. જેનાથી અરબપતિઓનો રસ્તો સાફ થઈ રહ્યો છે. હું ગુજરાતમાં ગયો હતો, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝવાળાઓએ જણાવ્યું કે, અરબપતિઓનો રસ્તો સાફ કરવા માટે જીએસટી લાવવામા આવ્યો છે. ત્યારે વચ્ચે સંસદમાં કોઈએ કહ્યું કે, શું તમે ગુજરાત પણ જાઓ છો. ત્યારે રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે, હું જતો હોઉ છું. આ વખતે ગુજરાતમાં તમને હરાવીશઉં. લખીને લઈ લો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આ વખતે ઈન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં તમને ગુજરાતમા હરાવશે.

રાહુલ ગાંધીએ લોકસભામાં શિવજીની તસવીર બતાવી હતી. તેમણે કહ્યું કે, શિવજીથી નહીં ડરવાની શક્તિ મળે છે. ડરવાનું નહીં તેવી શક્તિ શિવજી પાસેથી મળે છે. શિવજીથી શક્તિ મળે છે. ઈસ્લામમાં પણ કહ્યું છે ડરવાનું નહીં. આ ઉપરાંત રાહુલ ગાંધીએ ગુરુનાનકની પણ તસવીર લોકસભામાં બતાવી હતી. તેમણે આગળ કહ્યું કે, ભારત અહિંસાનો દેશ છે. ભાજપના લોકો હિન્દુ નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news