ચૂંટણી બાદ તપાસ હાથ ધરાશે, 'ચોકીદાર' જેલમાં જશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ગુરુવારે નાગપુરમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે "કોઈ પણ મજૂરના ઘરની બહાર ચોકીદાર હોતો નથી. પરંતુ અનિલ અંબાણીના ઘરની બહાર હજારો ચોકીદાર હોય છે.
Trending Photos
નાગપુર: આગામી લોકસભા ચૂંટણીમાં ચોકીદાર પર ચર્ચા જેમ જેમ જોર પકડી રહી છે તેમ તેમ સરકાર અને વિપક્ષ પોત પોતાની રીતે તેનો ઉપયોગ કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીએ ભારતીય જનતા પાર્ટી પર તાજો પ્રહાર કર્યો છે. તેમણે ચોકીદાર ચોર હૈના નારાને દોહરાવતા દાવો કર્યો છે કે ચૂંટણી બાદ 'ચોરી'ની તપાસ થશે અને 'ચોકીદાર' જેલ જશે.
રાહુલ ગાંધીએ ગુરુવારે નાગપુરમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે "કોઈ પણ મજૂરના ઘરની બહાર ચોકીદાર હોતો નથી. પરંતુ અનિલ અંબાણીના ઘરની બહાર હજારો ચોકીદાર હોય છે. ચોરીના પૈસાની ચોકીદારી માટે. તેમણે વધુમાં કહ્યું કે કોઈ નાની મોટી ચોરી થઈ નથી. હું તમને જણાવું છું કે ચૂંટણી બાદ તપાસ થશે અને જેલમાં બીજા ચોકીદાર હશે. જેલની બહાર બીજા ચોકીદાર હોય છે."
#WATCH: Congress President Rahul Gandhi says in Nagpur, Maharashtra, "after elections, there will be an inquiry, the 'chowkidaar' will go to jail". (04.04.19) pic.twitter.com/MWDDma4m57
— ANI (@ANI) April 5, 2019
રાહુલનો દાવો, પાર્રિકરને બધી ખબર હતી
રાહુલ ગાંધીએ આ દરમિયાન પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરને રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર હોવાની વાત ખબર હોવાનો પણ દાવો કર્યો. તેમણે એક રેલીમાં આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઈટર વિમાનો ખરીદ ડીલમાં ફેરફાર કર્યો જેના કારણે તેના ભાવ વધી ગયાં. તેમણે કહ્યું કે રક્ષા મંત્રાલયનો દસ્તાવેજ બતાવે છે કે નરેન્દ્ર મોદીએ મૂળ ડીલમાં ફેરફાર કર્યો અને એક વિમાન 1600 કરોડ રૂપિયામાં ખરીદ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે