Election: રાજસ્થાન સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર, કોંગ્રેસના ખાતામાં સૌથી વધુ સીટ, ભાજપ નંબર-2
રાજસ્થાન સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં 29 લાખ મતદાતા હતા. તેમાંથી 22 લાખે મતદાન કર્યું હતું. તેમાંથી 7,85,282 મત કોંગ્રેસને મળ્યા છે, જ્યારે 7,65,363 મત ભાજપના ખાતામાં ગયા છે. 687,219 મત અપક્ષ ઉમેદવારોને મળ્યા છે.
Trending Photos
જયપુરઃ રાજસ્થાનના 20 જિલ્લાની 90 નગરપાલિકાની 3334 સીટો માટે થયેલી ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. આ 90 નગરપાલિકાઓમાંથી ભાજપને 24 પર પૂર્ણ બહુમત મળ્યો છે, જ્યારે કોંગ્રેસને 19માં પૂર્ણ બહુમત મળ્યો છે. પાંચ પાલિકામાં બન્ને બરોબરી પર છે અને અહીં અપક્ષ પૂર્ણ બહુમતમાં છે. ઘણી પાલિકામાં અપક્ષના સહારે કોંગ્રેસ પોતાની ગાડી પાર કરાવવામાં લાગી છે.
રાજસ્થાન સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં 29 લાખ મતદાતા હતા. તેમાંથી 22 લાખે મતદાન કર્યું હતું. તેમાંથી 7,85,282 મત કોંગ્રેસને મળ્યા છે, જ્યારે 7,65,363 મત ભાજપના ખાતામાં ગયા છે. 687,219 મત અપક્ષ ઉમેદવારોને મળ્યા છે.
જો 90 પાલિકાની કુલ સીટો જીઓએ તો 1140 સીટ ભાજપે જીતી છે, જ્યારે કોંગ્રેસને 1197 પર જીત મળી છે. અપક્ષ ઉમેદવારોના ખાતામાં 693 સીટો ગઈ છે. અપક્ષ ઉમેદવારોએ બે જગ્યા નોખા અને નિવાઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું બોર્ડ બનાવ્યું છે, જ્યારે ભિંડરમાં જનતા સેનાએ પોતાનું બોર્ડ બનાવ્યું છે.
હનુમન બેનીવાલની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને પણ મુંડવામાં લીડ મળી છે. મતની ટકાવારી પ્રમાણે જોઈએ તો કોંગ્રેસ અડધા ટકાથી ભાજપ કરતા આગળ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાનુ કહેવુ છે કે પાર્ટી આ વખતે પાછલા વખત કરતા વધુ સીટો જીતીને આવી છે. પુનિયાએ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજસ્થાનના પ્રભારી અજય માકનની કોંગ્રેસની જીત પર શુભેચ્છાને મજાક બનાવી છે.
પરંતુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ દાવો કર્યો કે, ઉમેદવારોના વિશ્વાસે તે 50 પાલિકામાં પોતાની સરકાર બનાવી લેશે. ડોટાસરાએ કહ્યુ કે, કોંગ્રેસની રણનીતિ હેઠળ અપક્ષ ઉભા કર્યા હતા જે અપક્ષ જીત્યા છે તે કોંગ્રેસના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે