રામ મંદિર વિવાદ : ચર્ચા દરમિયાન સ્વામી થયા ભાવુક, કહ્યું- નેતાઓએ કરી રાજનીતિ

રામ મંદિર મામલે રાજનીતિ કરનારાઓને નિશાને લેતાં સ્વામી દિપાંકરે કહ્યું કે, નેતાઓએ આમ જનતાને મત બેંકનું મશીન સમજી રાજનીતિ કરી છે. જ્યારે સમય આવે છે ત્યારે આ મુદ્દાને ઉખાડીને પોતાનું કામ સાધી લે છે.

રામ મંદિર વિવાદ : ચર્ચા દરમિયાન સ્વામી થયા ભાવુક, કહ્યું- નેતાઓએ કરી રાજનીતિ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 નો શંખનાદ ફૂંકાય એ પહેલા ફરી એકવાર રાજનીતિમાં અયોધ્યા રામ મંદિરનો વિવાદ ફરી એક ચર્ચામાં આવ્યો છે. રામ મંદિર નિર્માણની ચર્ચાઓ તેજ બની છે. રામ મંદિર નિર્માણ અયોધ્યાના સંતો માટે એટલું મહત્વપૂર્ણ છે એ મામલે ઝી ન્યૂઝ પર યોજાયેલી ચર્ચા દરમિયાન આંતરરાષ્ટ્રીય ધ્યાન ગુરૂ સ્વામી દિપાંકર ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ 100 વર્ષના સંતો માટે એક સપના સમાન છે. સ્વામી દિપાંકર આ અંગે ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાન એમની આંખો ભીની થઇ હતી અને આંસુ બહાર છલકાઇ આવ્યા હતા. 

બાબા પોતાની આંખોની જોઇ શકે મંદિર!
સ્વામી દિપાંકરે કહ્યું કે, એમના બાબા 104 વર્ષના છે અને બાળપણથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું સપનું એમની આંખોમાં છે. પરંતુ વર્તમાનમાં જે સ્થિતિ છે એ જોતાં એવું નથી લાગતું કે એમના જીવતે જીવત તેઓનું સપનું પુરૂ થઇ શકશે. 

નેતાઓએ સમજી વોટ બેંક
રામ મંદિર અંગે રાજનીતિ કરનારાઓને નિશાને લેતાં સ્વામી દિપાંકરે કહ્યું કે નેતાઓએ આમ જનતાને વોટ બેંકનું મશીન માને છે. જ્યારે સમય આવે છે ત્યારે ધરબાયેલા આ મુદ્દાને ઉખાડીને પોતાનું ધારેલું કામ પાર પાડે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news