Ram Mandir: 16 તારીખથી શરુ થશે રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, આ છે કાર્યક્રમની રુપરેખા, શ્રીરામની મૂર્તિ પણ ફાઈનલ

Ram Mandir Ayodhya: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કાર્યક્રમ અંગે અને મૂર્તિ અંગે જણાવ્યું હતું કે મંદિરમાં શ્રીરામની જે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે તેનું વજન 150 થી 200 કિલોગ્રામ હશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી, આરએસએસ ચીફ મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક હસ્તીઓ ભાગ લેશે.

Ram Mandir: 16 તારીખથી શરુ થશે રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, આ છે કાર્યક્રમની રુપરેખા, શ્રીરામની મૂર્તિ પણ ફાઈનલ

Ram Mandir Ayodhya: અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે તેવામાં 16થી 22 જાન્યુઆરી સુધી ચાલનાર આ કાર્યક્રમની વિગતો જાહેર કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ અંગે જણાવ્યું હતું કે મંદિરમાં શ્રીરામના બાળ સ્વરૂપની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રતિમાનું વજન 150 થી 200 કિલોગ્રામ હશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી, આરએસએસ ચીફ મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક હસ્તીઓ ભાગ લેશે.

કોને કોને મળ્યું આમંત્રણ ?

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, તમામ ટ્રસ્ટીઓ, લગભગ 140 પરંપરાઓના ધાર્મિક આગેવાનો, આદિવાસી, તમામ પ્રકારની રમતગમતના ખેલાડીઓ હાજર રહેશે, લેખકો, સાહિત્યકારો, કલાકારો, શિલ્પકારો, ન્યાયતંત્ર સહિત દરેક ક્ષેત્રના શ્રેષ્ઠ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.  સાથે જ તેમણે કહ્યું કે પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ, રામ જન્મભૂમિ માટે બલિદાન આપનારા તેમના પરિવારના સભ્યો, મંદિર નિર્માણમાં યોગદાન આપનારા લોકો પણ આવશે. મંદિરના નિર્માણમાં જે લોકોએ સહયોગ આપ્યો છે તે તમામ લોકો આ કાર્યક્રમના સાક્ષી બનશે. એન્જીનીયરીંગ ગ્રુપ, એન્જીનીયર, વેન્ડર સબ કોન્ટ્રાકટર, સાધુ સંતો, વૈષ્ણવ, બૌદ્ધ, શીખ, જૈન, કબીર પંથી, વાલ્મીકી પંથી, ઈસ્કોન, ગાયત્રી પરિવાર સહિત બધા હાજર રહેશે.

16મી જાન્યુઆરીથી પૂજા શરૂ થશે

તેમણે જણાવ્યું કે 22મી જાન્યુઆરીએ મૃગાશિરા નક્ષત્ર છે. તે દિવસે બપોરે 12.20 કલાકે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ થશે. આ શુભ સમય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે નક્કી કર્યો છે. વારાણસીના લક્ષ્મીકાંત દીક્ષિતના નેતૃત્વમાં 16 જાન્યુઆરીથી પૂજા વિધિ શરૂ થશે અને 21 જાન્યુઆરી સુધી ચાલશે. 22મી જાન્યુઆરીએ અભિષેક માટે ઓછામાં ઓછી જરૂરી પૂજા થશે. જે મૂર્તિનો અભિષેક કરવાનો છે તે મૂર્તિ પથ્થરની છે. આ પ્રતિમાનું વજન 150 થી 200 કિલો છે અને આ પ્રતિમા 5 વર્ષના છોકરા જેટલી છે. 18 જાન્યુઆરીએ તેમને ગર્ભગૃહમાં તેમના આસન પર બેસાડવામાં આવશે. આ સમય દરમિયાન પીએમ મોદી ગર્ભગૃહમાં હાજરી આપશે.  

પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 16 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી ચાલશે. 16મી જાન્યુઆરી પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા થશે. બીજા દિવસે 17 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિ રામજન્મભૂમિ સંકુલમાં પ્રવેશ કરશે. 18મી જાન્યુઆરીએ સાંજે તીર્થયાત્રા અને જળયાત્રા થશે. બીજા દિવસે 19 જાન્યુઆરીએ ઔષધિવાસ, કેસરાધિવાસ, સવારે ઘૃટાધિવાસ અને સાંજે ધન્યાધિવાસ થશે. 20 જાન્યુઆરીએ શક્રધિવાસ, સવારે ફળાધિવાસ અને સાંજે પુષ્પાધિવાસ થશે. 21 જાન્યુઆરીએ સવારે મધ્યાધિવાસ અને સાંજે શૈયાધિવાસ યોજાશે. 22મી જાન્યુઆરીએ રામલલાને પવિત્ર કરવામાં આવશે. આ અનુષ્ઠાનમાં 121 આચાર્યો હશે.  

રામ મંદિરમાં આ મૂર્તિ થશે સ્થાપિત

અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરમાં કઈ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે પણ ફાઈનલ થઈ ગયું છે. નવનિર્મિત રામ મંદિરમાં કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજની મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news