દિલ્હી કોંગ્રેસનો કલહ સામે આવ્યો, શીલાના નિર્ણયને પીસી ચાકોએ 24 કલાકમાં રદ્દ કર્યો

દિલ્હી કોંગ્રેસનાં પ્રમુખ શીલા દીક્ષિત દ્વારા પાર્ટીની તમામ 280 બ્લોક સ્તરીય સમિતિયા ભંગ કરવાનાં આગલા જ દિવસે એઆઇસીસીમાં રાષ્ટ્રીય રાજધાની મુદ્દે પ્રભારી પીસી ચાકોએ આ નિર્ણયને રદ્દ કરી દીધો. આ પગલાથી બંન્ને નેતાઓ વચ્ચે મતભેદનુ સંકેત મળે છે. પાર્ટી સુત્રોએ જણાવ્યું કે, દિલ્હીમાં પાર્ટી મુદ્દે પ્રભારી ચાકોએ બ્લોક સમિતીઓનો ભંગ કરવાના નિર્ણયને અટકાવી દીધું અને પોતાનાં આદેશની પ્રતિઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દીક્ષિતને મોકલી દીધી. 
દિલ્હી કોંગ્રેસનો કલહ સામે આવ્યો, શીલાના નિર્ણયને પીસી ચાકોએ 24 કલાકમાં રદ્દ કર્યો

નવી દિલ્હી : દિલ્હી કોંગ્રેસનાં પ્રમુખ શીલા દીક્ષિત દ્વારા પાર્ટીની તમામ 280 બ્લોક સ્તરીય સમિતિયા ભંગ કરવાનાં આગલા જ દિવસે એઆઇસીસીમાં રાષ્ટ્રીય રાજધાની મુદ્દે પ્રભારી પીસી ચાકોએ આ નિર્ણયને રદ્દ કરી દીધો. આ પગલાથી બંન્ને નેતાઓ વચ્ચે મતભેદનુ સંકેત મળે છે. પાર્ટી સુત્રોએ જણાવ્યું કે, દિલ્હીમાં પાર્ટી મુદ્દે પ્રભારી ચાકોએ બ્લોક સમિતીઓનો ભંગ કરવાના નિર્ણયને અટકાવી દીધું અને પોતાનાં આદેશની પ્રતિઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દીક્ષિતને મોકલી દીધી. 

હેલ્થ મિનિસ્ટ્રીની બેઠકમાં લાગ્યો બિસ્કિટ પર પ્રતિબંધ, હવે અધિકારી ખાશે ચણા અને બદામ
દીક્ષિત અને ચાકો સહિત દિલ્હી કોંગ્રેસનાં નેતા શુક્રવારે ગાંધીને ણળ્યાહ તા. ગાંધીએ તેમને આવતા વર્ષના પ્રારંભમાં થનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી એક થઇને કામ કરવાની સલાહ આપી હતી. દીક્ષિતે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજયનાં કારણ શોધવા માટે સ્વયં દ્વારા બનાવવામાં આવેલી સમિતીના અહેવાલનું સંજ્ઞાન લેતા ગાંધી સાથે મુલાકાત બાદ બ્લોક સમિતીઓ ભંગ કરી દીધી. શનિવારે કોંગ્રેસનેતાઓનું એક જુથ કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ અને ચાકોને મળ્યું હતું અને તેણે બ્લોક સમિતીઓ ભંગ કરવાનાં પગલાનો વિરોધ કર્યો હતો. 

મંગળસુત્ર અને સિંદુર સાથે સંસદમાં આવેલ નુસરત વિરુદ્ધ ફતવો, સાધ્વી પ્રાચી ભડક્યાં
વેણુગોપાલ અને ચાકો સાથે મુલાકાત કરવા ગયેલા ચતુર સિંહે કહ્યું કે, અમે બંન્ને નેતાઓને કહ્યું કે, બ્લોક સમિતીઓ અને તેના અધ્યક્ષ ચૂંટાયેલા છે અને તેઓ વિધાનસબા ચૂંટણી પહેલા અચાનક ભંગ કરવામાં આવી શકે છે કારણકે તેને બનાવવામાં ઘણો બધો સમય લાગે છે. એવું લાગે છે કે કોંગ્રેસના દિલ્હી એકમ પોતાનાં નેતાઓ વચ્ચે મતભેદ સામે આવ્યા છે. દીક્ષિત વિરોધી જુથનો દાવો કર્યો છે કે દીક્ષિતે ચાકો સાથે ચર્ચા કર્યા વગર જ આ સમિતીઓને એક તરફી રીતે ભંગ કરી દીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news