Russia Ukraine War: ભારતીય એમ્બેસીએ કહ્યું- 'ભારતીયો કોઈ પણ સંજોગોમાં આજે જ કિવ છોડી દે'
યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ સતત બગડી રહી છે. આ બધા વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયો માટે એક મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ સતત બગડી રહી છે. આ બધા વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયો માટે એક મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ આજે જ કિવ છોડી દે. એવુ પણ કહેવાયું છે કે કિવ છોડવા માટે જે પણ સાધન મળે તે પકડીને તરત ત્યાંથી નીકળી જાય.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસ તરફથી કહેવાયું છે કે ટ્રેન કે જે પણ સાધન મળે તે પકડીને લોકો કિવ આજે જ છોડી દે. અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્રની ફટકાર અને પ્રતિબંધોના વરસાદ છતાં રશિયા અટકવા તૈયાર નથી. તેણે યુક્રેનની રાજધાની કિવ પર કબજા માટે એક મોટું મિલિટ્રી ઓપરેશન શરૂ કરી દીધુ છે. રશિયાનો 40 મીલ (64 કિમી) લાંબો કાફલો કિવ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. જંગ શરૂ થયા બાદથી આ યુક્રેન તરફ મોકલાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય કાફલો છે. આ પહેલા 27 કિમી લાંબા કાફલાની વાત સામે આવી હતી.
કાફલામાં સેકડો સૈન્ય વાહન સામેલ
અમારી સહયોગી વેબસાઈટ WION માં છપાયેલી ખબર મુજબ યુએસ પ્રાઈવેટ કંપની Maxar Technologies દ્વારા જારી કરાયેલી સેટેલાઈટ તસવીરોમાં સામે આવ્યું છે કે રશિયાએ કિવ પર કબજા માટે ફાઈનલ જંગ છેડી છે. 64 કિમી લાંબા રશિયન કાફલામાં સેંકડો સૈન્ય વાહન, ટેંક, અર્ટિલરી ગન વગેરે સામેલ છે.
Advisory to Indians in Kyiv
All Indian nationals including students are advised to leave Kyiv urgently today. Preferably by available trains or through any other means available.
— India in Ukraine (@IndiainUkraine) March 1, 2022
જંગી હેલિકોપ્ટર પણ જોવા મળ્યા
મેક્સાર ટેક્નોલોજીઝ દ્વારા એવું પણ કહેવાયું કે વધારાની રશિયન ફોર્સ અને ગ્રાઉન્ડ પર હુમલો કરનારા હેલિકોપ્ટરની ટુકડીઓ પણ દક્ષિણ બેલારૂસમાં જોઈ શકાય છે. જે યુક્રેનની ઉત્તર સરહદથી માત્ર 32 કિમી દૂર છે. અત્રે જણાવવાનું કે સોમવારે રશિયન સેનાએ યુક્રેનના સૌથી મોટા શહેર ખારકિવમાં પણ બોમ્બ વરસાવ્યા હતા. જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા. જ્યારે ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે.
મુલાકાત થઈ પણ વાત ન બની
રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે બેલારૂસમાં વાતચીત થઈ હતી. પરંતુ તેનાથી કોઈ સમાધાન નીકળ્યું નહીં. યુક્રેન ઈચ્છે છે કે રશિયાની સેના સમગ્ર યુક્રેનમાંથી જલદી પાછી ફરી જાય. જ્યારે રશિયા તે માટે તૈયાર નથી. જો કે એવા રિપોર્ટ્સ છે કે કેટલાક મુદ્દાઓ પર બંને દેશોના ડેલિગેશન વચ્ચે સહમતિ બની છે અને જલદી બીજા તબક્કાની મીટિંગ પણ થઈ શકે છે. જો કે જે પ્રકારે રશિયા હુમલો કરી રહ્યું છે તેનાથી એ લાગતું નથી કે તે વચ્ચેનો કોઈ રસ્તો કાઢવાની ઈચ્છા ધરાવે છે.
દબાણ બનાવવાની કોશિશ
એક વીડિયો મેસેજમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર ડેલેન્સ્કીએ કહ્યું કે મારું માનવું છે કે રશિયા આ સરળ રીતથી યુક્રેન પર દબાણ સર્જવાની કોશિશ કરી રહ્યું છે. જ્યારે એક પક્ષ બીજા પર રોકેટથી હુમલો કરી રહ્યો હોય તો પછી કોઈ અન્ય વાતચીતની સંભાવના રહેતી નથી. નોંધનીય છે કે આ અગાઉ રિપોર્ટ્સ હતા કે રશિયાથી બચવા માટે જેલેન્સ્કી દેશ છોડીને ભાગી ગયા છે. જો કે તેમણે આ રિપોટ્સ ફગાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે