Sabarmati-Agra Train Accident Video: બ્રેક લગાવી પણ ઉભી ન રહી ટ્રેન, મુસાફરોને સંભળાયો ધડાકો અને પછી...

Train Accident Video: રેલવે દ્વારા આગળ કહેવામાં આવ્યું છે કે તેમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી. રેલવે દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતાં દુર્ઘટના સ્થળ પર રેલવે અધિકારીઓ પહોંચી ગયા છે. અને હેલ્પલાઇન નંબર 0145-2429642 જાહેર કરવામાં આવ્યો છે. 

Sabarmati-Agra Train Accident Video: બ્રેક લગાવી પણ ઉભી ન રહી ટ્રેન, મુસાફરોને સંભળાયો ધડાકો અને પછી...

Sabarmati Superfast Express Train Accident: સાબરમતી-આગરા કેંટ ટ્રેન (ગાડી નંબર 12548) ના ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માત આજે રાત્રે 1 વાગે અજમેરના મદાર સ્ટેશન પાસે થયો છે. મળતી માહિતી અનુસાર એન્જીન સહિત ટ્રેનના ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા છે. અકસ્માતની સૂચના મળતાં જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને એન્જીન અને કોચને પાટા પર લાવવા માટે રેસ્ક્યૂ શરૂ કરી દીધું છે. 

એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) બલદેવ રામે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી અજમેર આગરા ફોર્ટ સાબરમતી ગઇકાલે સાંજે લગભગ 5:00 વાગે નિકળી હતી. મોડી રાત્રે 1:00 વાગે મદાર રેલવે સ્ટેશનથી થોડે દૂર ટ્રેક બદલતી વખતે માલગાડી સાથે પેસેન્જર ટ્રેન સાથે ટકરાઇ હતી. જોકે અકસ્માતના બીજા કારણો અંગે જાણાવા મળ્યું નથી. અકસ્માતના કારણે પાટા પોતાની જગ્યાએથી ડિસ્પ્લેસ થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. 

(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/lgzJJh4sPu

— Press Trust of India (@PTI_News) March 18, 2024

સંભળાયો ધડાકો
અધિકારીઓના જણાવ્યા અનુસાર માલગાડી સાથે ટક્કરના લીધે એન્જીન સહિત જનરલ કોચના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતની જાણકારી મળતાં જ રાહત બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઇના મોતના સમાચાર પ્રાપ્ત થયા નથી. કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું કે તેને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે અજમેર સ્ટેશન લઇ જવામાં આવ્યા છે. મુસાફરોએ જણાવ્યું છે કે તે સૂતા હતા ત્યરે તેમને અચાનક એક જોરદાર અવાજ સંભળાયો. ત્યારબાદ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. 

— ANI_HindiNews (@AHindinews) March 18, 2024

અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ADRM) અને વરિષ્ઠ અધિકારીઓ સહિત બચાવ ટીમો ઘટનાસ્થળે છે. પાટા પરથી ઉતરેલા કોચ અને એન્જિનને પાટા પર લાવવાના પ્રયાસો ચાલુ છે. ઘટના બાદનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પાટા પરથી ઉતરેલી બોગીની તપાસ કરવામાં આવી રહી છે. ટક્કરને કારણે રેલવેના કેટલાક થાંભલા પણ ટ્રેનની ઉપર પડી ગયા છે, જેને ગેસ કટરની મદદથી કાપવામાં આવી રહ્યા છે.

હેલ્પલાઈન નંબર જાહેર
તો બીજી તરફ ઉત્તર પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે મુસાફરોની મદદ માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. તેના તરફથી કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉત્તર પશ્ચિમ રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને કહ્યું કે 'આજે તારીખ 18.03.2024 ને 01.04 વાગે અજમેર પાસે મદારમાં હોમ સિગ્નલ પાસે ગાડી નંબર 12548, સાબરમતી-આગરા કેંટનું ડિરેલમેંટ થયું છે, જેના લીધે એન્જીન અને ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા છે. 

રેલવે દ્વારા આગળ કહેવામાં આવ્યું છે કે તેમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી. રેલવે દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતાં દુર્ઘટના સ્થળ પર રેલવે અધિકારીઓ પહોંચી ગયા છે. તથા દુર્ઘટના રાહત ગાડી મદાર પહોંચી ગઇ છે તથા ટ્રેક રેસ્ટોરેશનનું કામ ચાલુ છે. આ ગાડીના રિયર પોર્શન (પાછળના ભાગ)ને અજમેર લઇ જવામાં આવી રહ્યો છે. રેલવે દ્વારા અજમેર સ્ટેશન પર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને હેલ્પલાઇન નંબર 0145-2429642 જાહેર કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news