સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ: પાકિસ્તાને પોતાની પાસે પુરાવા હોવાનો દાવો કર્યો !
સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મુદ્દે ચુકાદો 14 માર્ચે આવશે, આ કેસમાં અત્યારે એક નવો જ વળાંક આવી ચુક્યો છે
Trending Photos
ચંડીગઢ : વર્ષ 2007માં થયેલ સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મુદ્દે પંચકુલાની વિશેષ એનઆઇએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી) કોર્ટમાં ચુકાદો ટલી ગયો. આ સાથે જ આ મુદ્દે નવો ટ્વીસ્ટ આવી ગયો છે. પાકિસ્તાન નેશનલ દ્વારા દાવો કરવામાં આવ્યો કે તેમની પાસે આ કેસ અંગેના કેટલાક મહત્વનાં પુરાવાઓ છે.
અત્રે ઉલ્લે્ખનીય છે કે સોમવારે કોર્ટમાં આ મુદ્દે મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદને હાજર કરાયા હતા. જો કે એક અગ્રણી સમાચાર ચેનલના અનુસાર કોર્ટમાં આ મુદ્દે સુનવણીની તારીખ હવે 14 માર્ચ નક્કી કરવામાં આવી છે. સાથે જ કેસ મુદ્દે એવો દાવો પણ સામે આવ્યો છે કે આ મુદ્દે વિશેષ સીબીઆઇ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન તેમ પણ જણાવ્યું કે, પાકિસ્તાન નેશનલના જજમેન્ટ સમયે જણઆવ્યું કે તેની પાસે કેટલાક મહત્વનાં પુરાવા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 12 વર્ષ પહેલા થયેલા આ બ્લાસ્ટમાં 68 યાત્રીઓનાં મોત નિપજ્યા હતા. મરનારામાઓમાં મોટા ભાગનાં પાકિસ્તાનનાં રહેવાસી હતા. કેસ મુદ્દે કોર્ટે એનઆઇએ અને બચાવપક્ષની દલિલો પુર્ણ થયા બાદ આ મુદ્દે પોતાનો ચુકાદો ટાળી દીધો હતો. આ મુદ્દે 8 આરોપીમાંથી એકની હત્યા થઇ ચુકી છે જ્યારે 3 હજી પણ ફરાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે