સેના વિરુદ્ધ ખોટા નિવેદનો આપવા બદલ શેહલા રશીદ સામે રાજદ્રોહનો કેસ
JNUSUના પૂર્વ ઉપાધ્યક્ષ અને કાશ્મીરી નેતા શેહલા રશીદ વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે.
Trending Photos
નવી દિલ્હી: JNUSUના પૂર્વ ઉપાધ્યક્ષ અને કાશ્મીરી નેતા શેહલા રશીદ વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. શેહલા રશીદ પર ભારતીય સેના વિરુદ્ધ ખોટા નિવેદનો કરવાનો આરોપ છે.
શેહલા રશીદે 18 ઓગસ્ટના રોજ એવી અનેક ટ્વીટ કરી હતી જેમાં તેમણે સેના પર ગંભીર આરોપ લગાવ્યાં હતાં. આ આરોપોને ભારતીય સેનાએ ફગાવ્યાં હતાં. ત્યારબાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે શેહલા રશીદ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કર્યો છે.
જુઓ LIVE TV
શેહલા રશીદે જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ (JKPM) નામની પોલિટીકિલ પાર્ટી જોઈન કરી છે. આ રાજકીય પક્ષ પૂર્વ આઈએએસ ઓફિસર શાહ ફૈસલે બનાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે